દેશના અનેક રાજ્યો માટે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. અનેક રાજ્યોમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગુરૂવારે પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદની વચ્ચે વીજળી પડવાની ઘટના સર્જાઈ હતી. વીજળી પડવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. આ અંગે એક અધિકારીના જણાવ્યા અનુસાર પાંચ અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે.
વીજળી પડવાને કારણે થયા અનેક લોકોના મોત!
ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં અણધાર્યા ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કોઈ જગ્યાએ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે તો કોઈ જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સાથે સાથે વીજળી પડવાને કારણે પશ્ચિમ બંગાળમાં દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના પાંચ અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. જે લોકોના મોત થયા છે તેમાંથી મુખ્યત્વે ખેડૂતો હતા. ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમના મોત થઈ ગયા હતા.
મૃતકોમાં ખેડૂતોની સંખ્યા વધારે હતી!
આ મામલે આપદા પ્રબંધન અધિકારીએ જણાવ્યું કે વીજળી પડવાને કારણે પૂરબ બર્ધમાન જિલ્લામાં ચાર, મુર્શિદાબાદ અને ઉત્તર 24 પરગના જિલ્લામાં બે લોકોના મોત થયા છે. પશ્ચિમ મિદનાપુર અને હાવડા ગ્રામીણ જિલ્લામાં 6 જેટલા લોકોના મોત થયા છે. જે લોકોના મોત થયા છે તેમાંથી મરનારમાં ખેડૂતો વધારે હતા. ખેતરમાં કામ કરતી વખતે આસમાની વીજળી વરસી અને તેમના મોત થઈ ગયા. ઉલ્લેખનિય છે કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
કમોસમી વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી!
કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ સિક્કિમ, મેઘાલય, હિમાચલ પ્રદેશ, રાજસ્થના અનેક વિસ્તારો, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ઓડિશા, પંજાબ સહિત અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.