અકસ્માત અથવા તો દુર્ઘટનાને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે. કોઈ વખત રોડ અકસ્માત થાય છે તો કોઈ વખત બસ ખીણમાં અથવા તો તળાવમાં ડૂબી જાય છે. ત્યારે એક મોટી દુર્ઘટના ઉત્તરપ્રદેશમાં સર્જાઈ છે. દુર્ઘટના કાસગંજ જિલ્લામાં શ્રદ્ધાળુઓથી ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી બેકાબૂ બની અને તળાવમાં જઈને પલ્ટી ગઈ હતી. ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર ટ્રેક્ટર ફુલ સ્પિડે આવી રહ્યું હતું. ફૂલ સ્પીડમાં આવતા ટ્રેક્ટર બેકાબુ બન્યું અને તળાવમાં પડી ગયું. આ દુર્ઘટનામાં અંદાજીત 19 જેટલા લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. ઉપરાંત 30 જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.
તળાવમાં પલટી ગયું ટ્રેક્ટર અને સર્જાઈ દુર્ઘટના
ઓવરસ્પીડને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. સ્પીડમાં હોવાને કારણે ગાડી બેકાબુ બને છે અને સ્ટેયરિંગ પરનો કાબુ જતો રહે છે અને દુર્ઘટના સર્જાય છે. નાનું વાહન હોય તો મૃત્યુઆંક ઓછો હોય છે પરંતુ જ્યારે મોટા વાહનનો અકસ્માત થાય છે તો મૃત્યુઆંક વધી જતો હોય છે. ત્યારે એક મોટી દુર્ઘટના ઉત્તર પ્રદેશમાં સર્જાઈ છે. શનિવાર સવારે ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા અને તે વખતે ટ્રેક્ટરની ટ્રોલી તળાવમાં પડી ગઈ અને શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા. મૃત્યુઆંક 19ની આસપાસ પહોંચી ગયો છે તેવી માહિતી સામે આવી છે. આ મૃત્યુઆંક આગળ પણ વધી શકે છે તેવું લાગી રહ્યું છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનામાં થયા 19 લોકોના થયા મોત!
જે લોકોના આ ઘટનામાં મોત થયા છે તેમાંથી મહિલાઓનો તેમજ બાળકોનો સમાવેશ થાય છે. ઘટના સવારે બની હતી અને મળતી માહિતી અનુસાર બપોર સુધી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. હજી સુધી 19 જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તળાવમાં ટ્રેક્ટર ડૂબી જવાને કારણે લોકો એકબીજા સાથે ભટકાયા. એકબીજા પર દબાઈ ગયા. લોકોને પોતાનો જીવ બચાવવાનો મોકો પણ ના મળ્યો. આ ઘટનાને પગલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક પ્રગટ કર્યો છે.