ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં અનેક લોકોના મોત થયા છે. વઝીર હસન રોજ પર આવેલી પાંચ માળની બિલ્ડીંગ તૂટી પડી હતી. આ ઘટનામાં અંદાજીત ત્રણ લોકોના મોત થયા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યો છે. ઉપરાંત અનેક લોકો આ બિલ્ડીંગની નીચે ફસાયા પણ હોઈ શકે છે તેવી આશંકા સેવાઈ રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
Lucknow building collapse | Rescue operation underway in Wazir Hasanganj Road in Lucknow where several people were injured due to a building collapse pic.twitter.com/1HZPNiTBhA
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 25, 2023
નાયબ મુખ્યમંત્રીએ લીધી ઘટનાસ્થળની મુલાકાત
મંગળવારની રાત્રે લખનઉમાં એક બિલ્ડીંગ ધરાશાઈ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. પાંચ માળની બિલ્ડીંગ હોવાને કારણે અનેક લોકો આ બિલ્ડીંગ નીચે દબાઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતુ. ઘટના સ્થળની મુલાકાત નાયબ મુખ્યમંત્રીએ પણ લીધી હતી.
તપાસ કમિટીની કરાશે રચના
આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કમિટીની રચના કરવામાં આવશે જે સાત દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરશે. આ કમિટીની રચના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ કરવામાં આવી છે. આ બિલ્ડીંગ ધરાથાયી થતા આ બિલ્ડીંગ નીચે અનેક લોકો ફસાયા છે જ્યારે અંદાજીત ત્રણ લોકોના મોત થયા છે. અંદાજીત 16 લોકોનું રેસ્ક્યું કરી લેવામાં આવ્યું છે અને રેસ્ક્યુંનું કાર્ય ચાલી રહ્યું છે.