તમિલનાડુમાં એક મોટી રોડ દુર્ઘટના સર્જાઈ છે. થેની જિલ્લા નજીક ગાડીએ કાબૂ ગુમાવ્યો જેને કારણે ગાડી ખીણમાં ઘસી પડી. આ દુર્ઘટનાને કારણે ગાડીમાં સવાર આઠ લોકોના મોત થયા છે. જાણકારી આપતા જિલ્લા કલેક્ટરે કહ્યું કે આ ગાડી 40 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ હતી અને આઠ શ્રદ્ધાળુના મોત થયા છે.
દર્શન કરી પરત ફરતી વખતે બની દુર્ઘટના
રોડ અકસ્માતની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં અનેક વખત ગાડી ખીણમાં પડી જવાથી દુર્ઘટના સર્જાતી હોય છે. દિલને દહેલાવી દે તેવી ઘટના તમિલનાડુ નજીક કુમુલી પર્વત પર બની છે. 40 ફૂટ ઉંડી ખીણમાં ગાડી ખાબકી જવાથી આઠ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર ગાડી પરનો કાબુ ગુમાવતા આ હાદસો બન્યો છે. આ ઘટનાની જાણ થતા થેની જિલ્લાના કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણકારી આપતા કલેક્ટરે જણાવ્યું કે સબરીમાલા મંદિરના દર્શન કરી દર્શનાર્થીઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં આઠ લોકો મોતને ભેટ્યા છે.