રાજકોટમાં સર્જાઈ હોત મોરબી જેવી દુર્ઘટના? રૈયાચોકડી ઓવરબ્રિજમાં પડી તિરાડ, તાત્કાલિક કરાયું રિપેરિંગ કામ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-04 14:00:06

બ્રિજના બાંધકામ દરમિયાન વાપરવામાં આવતા માલ સામાનની ગુણવત્તાને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય કે રાજુલાનો નિર્માણ પામી રહેલો બ્રિજ હોય બધી જગ્યાએ તિરાડો જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ શહેરના રૈયાચોકડી પાસે આવેલા બ્રિજમાં તિરાડ પડેલી દેખાઈ હતી.જે બાદ તંત્ર દોડતું થયું અને બ્રિજનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. કોઈ દુર્ઘટના ન બને તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. 


ઓવરબ્રિજ પર તિરાડ દેખાતા તંત્ર દોડતું થયું

દિવાળી સમયે મોરબીમાં હોનારત સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બાંધકામ દરમિયાન માલ સામાનની ગુણવત્તાને લઈ અનેક બ્રિજોની ચર્ચા આજકાલ થઈ રહી છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હાલ ચર્ચામાં છે. ત્યારે રાજકોટ શહેરમાં આવેલો બ્રિજ પણ તેની ગુણવત્તાને લઈ ચર્ચામાં છે. શહેરના રૈયાચોકડી ઓવરબ્રિજમાં તિરાડ પડી હતી. ઓવરબ્રિજ પર તિરાડ દેખાતા તંત્ર દોડતું થયું હતું. તિરાડને પૂરવાની કામગીરી એન્જિનિયરો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 

 

તાત્કાલિક કરાયું બ્રિજનું રિપેરિંગ 

તિરાડ પડવાને કારણે કોઈ નુકસાન થયાની જાણકારી મળી નથી. જે ભાગમાં તિરાડ પડી હતી તેનું સમારકામ કરવામાં આવ્યું છે. તાત્કાલિક રિપેરિંગ કરવામાં તો આવ્યું છે પણ તે કેટલા સમય સુધી ટકશે તે એક પ્રશ્ન છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. થોડા સમય પેહલા બનેલા બ્રિજમાં તિરાડ પડતા બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો લોકો કરી રહ્યા છે. લોકોના મનમાં એક સવાલ ઉદ્ભવી રહ્યો છે કે શું તંત્ર દ્વારા બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કોઈ પગલાં લેવામાં આવશે?   

  

નિર્માણધીન બ્રિજ થયો હતો ધરાશાયી        

થોડા દિવસ પહેલા રાજુલામાં નિર્માણ પામી રહેલો બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. નિર્માણધીન બ્રિજ ધરાશાયી થતા બ્રિજના નિર્માણમાં વપરાતા માલ સામાનની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. મહત્વનું છે કે મોરબી હોનારત સર્જાઈ તે બાદ અનેક બ્રિજની સ્થિતિ અંગે રિપોર્ટ મંગાવામાં આવ્યો હતો. માહિતી મુજબ રાજ્યમાં 63 જેટલા એવા બ્રિજ છે જેને સમારકામની જરૂર છે. 63 પૈકી 40 જેટલા બ્રિજને સામાન્ય સમારકામની જરૂર છે જ્યારે 23 બ્રિજને મહત્તમ સમારકામની જરૂર છે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?