સુરતમાં ખોટા સોનાના સિક્કાને મુઘલ કાળના સિક્કા કહી વેપારી સાથે છેતરપિંડી કરનાર ગેંગની રાંદેર પોલીસે ધરપકડ કરી. પોલીસે એક મહિલા સહિત ત્રણ ઠગોની ધરપકડ કરી.
શું હતો સમગ્ર મામલો?
આ ગેંગ ખોટા સોનાના સિક્કાને મુઘલ કાળના સિક્કા કહી વેપારીને ઠગ્યો હતો. ઠગ ગેંગે એક દુકાનદારને સાચો સિક્કો આપી વિશ્વાસમાં લઈ 30 લાખના 426 નંગ ખોટા સિક્કા 9 લાખમાં પધરાવી દીધા હતા. દુકાનદારોને ઉલ્લુ બની જવાની ભાન થતાં પોલીસનો સંપર્ક કર્યો હતો. રાંદેર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી એક મહિલા સહિત ત્રણ ઠગની ધરપકડ કરી લીધી હતી. ઠગ ગેંગે અગાઉ વેપારીને સાચો સોનાનો સિક્કો ઓછા પૈસે આપી લલચાવ્યો હતો. વેપારી લલચાયા બાદ મોટી રકમની માગણી કરી વેપારીને ખોટા સિક્કા ધરબાવી દીધા હતા. ઠગ ગેંગે વેપારીને જણાવ્યું હતું કે આ સિક્કા મુઘલ સમયના સિક્કા છે અને બહું કિંમતી છે. વેપારી લલચાઈ જતા ઠગ ગેંગે વેપારી પાસેથી 9 લાખ પડાવી લીધા હતા.
अपि मेरुसमं प्राज्ञमपि शुरमपि स्थिरम्। तृणीकरोति तृष्णैका निमेषेण नरोत्तमम्।। અર્થાત જો કોઈ વ્યક્તિ મેરુ પર્વત જેવો સ્થિર, ચતુર, બહાદુર મનનો ભલે હોય, પણ લોભ તેને ક્ષણભરમાં ઘાસની જેમ નષ્ટ કરી શકે છે. લોભ લાલચના કારણે ક્યારેક નાની બાબતમાં પણ આપણે છેતરાઈ જતા હોઈએ છીએ.