7 એપ્રિલે રાજકોટમાં એક મોબાઈલ એસેસરીઝની દુકાનમાં એક ભેદી ઘટના સર્જાઈ હતી, જેમાં એક મહિલા પોતાનું પાર્સલ દુકાનમાં રાખીને જતી રહી હતી. લાંબા સમય સુધી તે પાર્સલને લેવા કોઈ આવ્યું ન હતું. દુકાનદારે એ પાર્સલ પોતાની દુકાન રાખી મુક્યું હતું અને દુકાન બંધ કરી જતા રહ્યા હતા.
રાત્રિના સમયે દુકાનમાં થયો હતો ધડાકો!
પરંતુ રાત્રિના સમયે અચાનક એક ધડાકો થયો અને દુકાનમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાને કારણે દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પાર્સલમાં એવું તો શું હતું કે બ્લાસ્ટ થઈ ગયો, કેવી રીતે બંધ દુકાનમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે એક ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે યુ-ટ્યુબની મદદથી ટાઈમર બોમ્બ બનાવવાનું શિખવામાં આવ્યું, અને એ ટાઈમર બોમ્બનો ઉપયોગ દુકાનમાં કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ધંધાકીય હરિફાઈમાં દેશી બોમ્બ બનાવીને દુકાનમાં બ્લાસ્ટ કરાયો છે.
ધંધાકીય હરિફાઈને કારણે દુકાનમાં કરાયો બોમ્બ બ્લાસ્ટ!
સમગ્ર મામલાની વાત કરીએ તો રાજકોટમાં ગુંદાવાડી પોલીસ ચોકી પાસે આવેલી ગુજરાત મોબાઈલ એસેસરીઝ નામની દુકાનમાં એક મહિલા દ્વારા રાખવામાં આવેલા પાર્સલને કારણે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે દુકાનમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. ધંધાકીય હરિફાઈમાં આ બ્લાસ્ટ કર્યા હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મહિલા સહિત બે રાજસ્થાનની વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.