જમ્મુ કાશ્મીરના ઉદયવાલા વિસ્તારમાં પોલીસ અધિકારી જેલ હેમંત લોહિયાના નોકર યાસિરે તેમનું ગળું કાપીને હત્યા કરી દીધી છે. ડીજી લોહિયાના ઘરે તેમનું મૃત શરીર મળી આવ્યું હતું.
બોટલથી પોલીસ અધિકારીનું ગળું કાપી નાખ્યું
નોકર યાસીર એક આતંકી છે તેવા સમાચાર મળી રહ્યા છે. ડીજી લોહિયા જ્યારે તેમના ઘરે ગયા હતા ત્યારે યાસીરે તેમની હત્યા કરી હતી. મળતા સમાચાર મુજબ આતંકી યાસીરે કેચ-અપની બોટલથી જમ્મુ કાશ્મીરના ડીજીનું ગળું કાપી નાખ્યું હતું. ડીજી લોહિયાના શરીર પર ડામ પણ આપવામાં આવ્યા હતા અને શરીર પર ઘાવ પણ મળી આવ્યા છે.
આતંકીઓને અમિત શાહને ખુલ્લી ચેતવણી
આતંકી નોકર યાસીરે ડીજીની હત્યા કર્યા બાત તેના આતંકી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે હત્યાની જવાબદારી લીધી હતી. તેમણે દેશના ગૃહમંત્રી અમિત શાહને ખુલ્લી ચેતવણી આપીને કહ્યું હતું કે, "અમેં અમિત શાહને આ ભેટ આપી છે." ડીજી લોહિયાના મૃતદેહને સળગાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. આતંકી સંગઠને હલકાઈ દર્શાવી જણાવ્યું હતું કે, "અમે ગમે તેને ગમે ત્યારે મારી શકીએ છીએ."
અમિત શાહ હાલ જમ્મુ કાશ્મીર મુલાકાતે છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. અમિત શાહ સોમવારે રાત્રે જમ્મુ પહોંચ્યા હતા. અમિત શાહ આવતીકાલ બુધવાર સુધી જમ્મુ-કાશ્મીર રહેશે. દેશના ગૃહમંત્રી જમ્મુ કાશ્મીરમાં છે તે દરમિયાન જ આવી આતંકી ઘટનાને આતંકીઓએ અંજામ આપ્યો છે.
આ બહુ દુઃખદ ઘટના છેઃ જમ્મુ કાશ્મીરના પોલીસ વડા
જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ ખૂબ દુઃખદ ઘટના છે. જમ્મુ કાશ્મીરના ડીજી હેમંત લોહિયા તેમના મિત્રના ઘરે હતા. તેમના યાસિન નામનો નોકર જે એક આતંકવાતી પ્રવૃતિનો માણસ છે તેણે ડીજી ઉપર જીવલેણ હુમલો કરી તેમનું ગળું કાપી નાખ્યું છે. યાસીરે ડીજીનું શરીર સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
આરોપીને પોલીસે દબોચી લીધો
આતંકવાદી નોકર યાસીર હત્યા બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ ચલાવી યાસીરને ઝડપી લીધો હતો. યાસીર અહમદ કનાચક ક્ષેત્રના ખેતરમાં સંતાઈ ગયો હતો. હાલ આરોપી યાસીરની પૂછપરછ ચાલી રહી છે.