Pakistanમાં ચૂંટણી પહેલા થયો આતંકી હુમલો! હુમલામાં આટલા પોલીસકર્મીના ગયા જીવ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-05 16:32:35

પાકિસ્તાનમાં આતંકવાહી હુમલો થયો છે જેમાં 10 જેટલા પોલીસકર્મીના મોત થઈ ગયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ચૂંટણી યોજાવાની છે તેની પહેલા પાકિસ્તાનમાં આતંકી હુમલો થયો છે. ચૂંટણી પહેલા આતંકી ગતિવિધીઓ વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આવેલા ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો થયો છે. આ હુમલામાં 10 જેટલા પોલીસકર્મીના મોત થઈ ગયા છે. આ હુમલો 5 ફેબ્રુઆરીએ વહેલી સવારે થયો હતો. 30થી વધારે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને ઘેર્યા અને અંદાજીત એકથી દોઢ કલાક સુધી ફાયરિંગ ચાલી.



10 જેટલા પોલીસકર્મીઓ આ હુમલામાં મોતને ભેટ્યા!

8 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી 8 તારીખે યોજાવાની છે તે પહેલા પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો થયો છે જેમાં 10 જેટલા પોલીસકર્મીના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લા પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો છે આતંકવાદી દ્વારા. આ હુમલામાં ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને છ અન્ય ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ અધિકારીઓએ બતાવ્યું કે આતંકવાદીઓએ પહેલા સ્નાઈપર્સનો ઉપયોગ કરીને કોન્સ્ટેબલોને નિશાન બનાવ્યા અને પછી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા. ત્યાં તેઓએ પોલીસકર્મીઓ પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો.  


બલુચિસ્તાનમાં થયો હતો બોમ્બ ધડાકો

મીડિયા રિપોર્ટ અનુસાર થોડા દિવસ પહેલા બલુચિસ્તાનમાં પણ હુમલો થયો હતો. 24 કલાકની અંદર 10 જેટલા બોમ ધડાકા થયા હતા અને તે હુમલામાં પોલીસ સ્ટેશનને તેમજ પોલીસ કમીશ્નર ઓફિસને નિશાન બનાવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે પાકિસ્તાનમાં પણ આતંકી હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે.    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?