મેક્સિકોમાં થયો ભયંકર રોડ અકસ્માત, મુસાફરોને લઈ જતી બસ ખાઈમાં પડતા સર્જાઈ દુર્ઘટના, અનેક લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-07-06 10:34:23

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ અકસ્માતને કારણે જતા રહ્યા છે. ઘરેથી નિકળેલો માણસ પોતાના ડેસ્ટિનેશન પોઈન્ટ પર પહોંચશે કે નહીં તે પણ ખબર નથી હોતી. ઘણી વખત અકસ્માત એટલો ભીષણ હોય છે કે જે ઘટના સ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે મેક્સિકોમાં પણ એક ભીષણ રોડ અકસ્માત થયો છે જેમાં અંદાજીત 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનામાં 21 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના ખીણમાં બસ પડી જવાને કારણે સર્જાઈ છે. 


બસ ખીણમાં પડી જતાં સર્જાયો અકસ્માત 

કઈ સફર આપણી અંતિમ સફર હશે તે અંગે જાણી શકાતું નથી. કારણ કે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે બુધવારે મેક્સિકોમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી જતા અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.  અકસ્માતમાં લગભગ 27 લોકોના મોત થયા હતા. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મેક્સિકોના દક્ષિણ પ્રાંત ઓક્સાકામાં થયો હતો. ઓક્સાકાના ગવર્નરે ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર મુસાફરોને લઈ બસ  મેક્સિકો સિટીથી યોસુન્દુઆ જઈ રહી હતી. આ દરમિયાન વહેલી સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ મેગડાલેના પેનાસ્કો શહેરમાં બસ ખાઈમાં પડી ગઈ હતી.      


ઘટનાને લઈ રાજ્યપાલે શોક કર્યો વ્યક્ત 

ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ ત્યાં આવી પહોંચી હતી. સ્થાનિક લોકો તેમજ તંત્રના અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને રેસ્ક્યુની કામગારી હાથ ધરી હતી. ભયંકર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈ રાજ્યપાલ દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે ટ્વિટ કરી દુખ પ્રગટ કર્યું છે. મહત્વનું છે કે અનેક લોકો અકસ્માતમાં મોતને ભેટતા હોય છે. કોઈ વખત ઓવર સ્પીડને કારણે તો કોઈ વખત ઓવરટેક કરતી વખતે ભૂલને કારણે અકસ્માત સર્જાતા હોય છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે