અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં પણ એક ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. નેશનલ હાઈવે નંબર 58 પર આ અકસ્માત સર્જાયો છે જેમાં કાર અને ટ્રકની ટક્કર થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી થઈ રહી છે.
ઘટનાસ્થળ પર થયા 6 લોકોના મોત
ઉત્તરપ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. મુઝફ્ફરનગરમાં નેશનલ હાઈવે 58 પર એક રોડ અકસ્માત થયો છે જેમાં ફૂલ સ્પીડમાં આવેલી ગાડી ટ્રક સાથે અથડાઈ. 6 લોકોના મોત ઘટનાસ્થળ પર જ થયા છે તેવી માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર દિલ્હી દેહરાદૂન હાઈવે પર છાપર પાસે આ અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં 6 મિત્રોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી છે.
VIDEO | Six people killed in car-truck collision in Muzaffarnagar, Uttar Pradesh. More details are awaited. pic.twitter.com/tGsVKV37No
— Press Trust of India (@PTI_News) November 14, 2023
અકસ્માત સર્જાતા ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી ગાડી!
VIDEO | Six people killed in car-truck collision in Muzaffarnagar, Uttar Pradesh. More details are awaited. pic.twitter.com/tGsVKV37No
— Press Trust of India (@PTI_News) November 14, 2023આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર મંગળવાર વહેલી સવારે લગભગગ ચાર વાગે કાર ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રક આગળ જઈ રહી હતી અને પાછળથી ગાડી આવી અને ટ્રક સાથે અથડાઈ અને આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.એવી પણ માહિતી સામે આવી છે કે ગાડી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. આ અકસ્માત ઓવરસ્પીડિંગને કારણે સર્જાયો હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો દિલ્હીના રહેવાસી હતા અને એક બીજાના મિત્રો હતા. મહત્વનું છે કે તહેવારનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો છે.