Rajkotમાં ભીષણ રોડ અકસ્માત, દર્શન કરી પરત ફરી રહેલો પરિવાર બન્યો કાળનો કોળિયો, પિતા અને પુત્રની એકસાથે ઉઠશે અર્થી! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-25 12:07:57

અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. છાશવારે અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. અકસ્માતને કારણે અનેક લોકોના પ્રાણ પંખેરૂ તો ઉડી જાય છે પરંતુ તેમની પાછળ તે આખા પરિવારને રડતા મૂકી દેતા હોય છે. અનેક પરિવારોએ પોતાના સભ્યોને અકસ્માતને કારણે ગુમાવ્યા હોય છે. પરિવારો વિખેરાઈ જતા હોય છે. ત્યારે એક અકસ્માત રાજકોટ ભાવનગર હાઈવે પર ખારચિયા નજીક સર્જાયો છે જેમાં ઘટના સ્થળ પર પિતા અને પુત્રના મોત થઈ ગયા છે. જ્યારે માતા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી છે, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. 


ઘટના સ્થળ પર થયા પિતા અને પુત્રના મોત 

અનેક લોકોને ફૂલ સ્પીડમાં વાહન ચલાવવાનો શોખ હોય છે. રસ્તા પર સ્ટંટ કરવા માટે પણ ઘણી વખત લોકો ઝડપમાં ગાડી ચલાવતા હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણે જોયા હશે. કદાચ આપણામાંથી પણ અનેક લોકો એવા હશે જે પોતાની મોજ માટે ગાડીની ઓવરસ્પીડ કરતા હોય છે. પરંતુ ઘણી વખત આ જ ઓવરસ્પીડિંગને કારણે મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. અકસ્માતો પણ થતા હોય છે જેમાં લોકોના જીવ પણ જતા હોય છે. છેલ્લા ઘણા સમયથી દિવસમાં એક-બે અકસ્માતોની ઘટનાઓ તો સામે આવી રહી છે. ત્યારે આજે ફરી એક અકસ્માતની ઘટના રાજકોટથી સામે આવી છે. પૂર ઝડપે આવતી ટ્રકે બાઈક પર સવાર પરિવારને પોતાની અડફેટે લઈ લેતા પિતા અને પુત્રનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું હતું. માતા અને પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  


ઓવરસ્પીડિંગને કારણે થાય છે અનેક અકસ્માત

આ અકસ્માતને લઈ જે માહિતી સામે આવી છે તે મુજબ હરેશભાઈ પોતાના પરિવાર સાથે સરધારથી સુરાપુરા દાદાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ભાવનગર હાઈવે પર ટ્રકે તેમને અડફેટે લીધા હતા. બાઈક અને ટ્રક વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે 33 વર્ષીય હરેશભાઈ અને તેમનો 13 વર્ષનો દીકરો મોતને ભેટ્યા છે. ઘટના સ્થળ પર જ તેમના મોત થઈ ગયા છે. ટ્રકની અડફેટે આવતા પરિવાર આખો એવી રીતે ફંગોળાયો હતો જાણે હવામાં ફૂટબોલ ફંગોળાતો હોય. પિતા અને પુત્રની તો મૃત્યુ થઈ ગઈ પરંતુ તેમની પત્ની અને તેમની પુત્રીની હાલત અત્યંત ગંભીર છે. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.     



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...