અકસ્માતોમાં અનેક જીંદગીઓનો અંત આવ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન એવા સમાચારો સામે આવતા હોય છે કે આ જગ્યા પર આજે અકસ્માત સર્જાયો છે અને આ ઘટનામાં આટલા લોકોના મોત થયા છે. ત્યારે વધુ એક અમદાવાદ એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો છે જેમાં 10 લોકોના મોત થઈ ગયા છે. 8 લોકોના મોત ઘટના સ્થળ પર થયા છે જ્યારે બે લોકોના મોત સારવાર દરમિયાન થયા હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતને કારણે અનેક જીંદગીનો થયો છે અંત
આપણે ત્યાં કહેવાય છે કે ઝડપની મજા મોતની સજા. ઝડપની મજા મોતમાં ક્યારે પરિણમે છે તેની ખબર નથી પડતી... અકસ્માતોની સંખ્યામાં એટલો બધો વધારો થયો છે કે જો ઘરનું કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે છે તો જ્યાં સુધી તે વ્યક્તિ ઘરે નથી પહોંચતો તો ટેન્શન થઈ જાય છે... એક્સિડન્ટ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે પરંતુ સામાન્ય કારણ હોય છે ઓવરસ્પીડિંગ... ઓવરસ્પડિંગને કારણે લોકોના મોત થઈ જતા હોય છે. એક્સપ્રેસ હાઈવે પર તો અક્સમાત રહેવાના ચાન્સીસ વધી જ જાય છે..
ગાડી અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત થયા 10 લોકોના મોત
ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે એક ગંભીર અકસ્માત થયો છે કાર અને ડમ્પર વચ્ચે જેમાં ઘટના સ્થળ પર 8 લોકોના મોત થયા છે જ્યારે બે લોકોના મોત સારવાર દરમિયાન થયા છે તેવી માહિતી સામે આવી છે. વડોદરાથી અમદાવાદ તરફ આવેલી રહેલી ગાડીને અકસ્માત નડ્યો છે. અકસ્માત બાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈ ડરી જવાય તેવા છે....
મોતની ચિચિયારીઓથી ગુંચી ઉઠ્યો હશે હાઈવે
ગાડીની એવી ગંદી હાલત થઈ ગઈ છે કે એમ થાય તે આ ગાડી કેટલી સ્પીડમાં આવતી હશે.. આ અકસ્માત થતા ઘટના સ્થળ પર પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો, 108ની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી કરી હતી. જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોતા આપણા મનમાં દ્રશ્યો સામે આવી જાય કે જ્યારે આ અકસ્માત સર્જાયો હશે ત્યારે હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી હશે..
કોઈના ભૂલની સજા ભોગવવી પડે છે બીજા કોઈને!
મહત્વનું છે કે અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે અને અનેક પરિવારે પોતાના સભ્યોને અકસ્માતમાં ગુમાવ્યા છે. ઘણા કેસોમાં કોઈ બીજાના ભૂલની સજા કોઈ બીજાને, કોઈ બીજાના પરિવારને ભોગવવાનો વારો આવતો હોય છે..રોંગ સાઈડમાં આવતા લોકોને કારણે પણ અનેક વખત અકસ્માત સર્જાય છે.