અકસ્મતોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતમાં થતા હોય છે. ત્યારે ગંભીર રોડ અકસ્માત આસામના ગુવાહટીમાં બન્યો છે જેમાં 7 જેટલા લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર રવિવારે રાત્રે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તે સિવાય કર્ણાટકમાં પણ ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે.
આ મામલે પોલીસ કરી રહી છે તપાસ
રોડ અકસ્માતમાં અનેક પરિવારો પોતાના વ્હાલ સોયાને ગુમાવતા હોય છે. અકસ્માતમાં પરિવારજનના મોતથી પરિવારનો માળો વિખેરાઈ જતો હોય છે. ત્યારે આસામના ગુવાહાટીમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં અંદાજીત સાત જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે. મળતી માહિતી અનુસાર જે લોકોના મોત થયા છે તે વિદ્યાર્થીઓ હતા. આ મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે. પ્રારંભિક તપાસ અનુસાર મૃતકો વિદ્યાર્થીઓ હતા અને આ દુર્ઘટના ગુવાહાટીના જલુકબારી વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે બની છે.
કર્ણાટકમાં પણ સર્જાયો અકસ્માત!
કર્ણાટકમાં પણ રોડ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર કર્ણાટકના કોપ્પલ જિલ્લા નજીક આ અકસ્માત સર્જાયો હતો. ગાડીની ટ્રક સાથેની ટક્કર થતાં 6 જેટલા લોકોના મોત થઈ ગયા હતા.મૃતકોમાં બે બાળકો સહિત 6 લોકોનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર તમામ મૃતકો વિજયપુરાના રહેવાસી હતી અને કારમાં તેઓ બેંગ્લુરૂ જઈ રહ્યા હતા, જ્યારે ટ્રક ગુજરાત આવી રહી હતી. તે સમય દરમિયાન આ અકસ્માત થયો છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ મૃતકોને વળતર ચૂકવવાની પણ જાહેરાત કરી છે.