પાટણમાં સર્જાયો ભયંકર અકસ્માત, ટ્રક ડાઈવરે અચાનક બ્રેક મારતા સર્જાયો ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-06 16:25:30

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. ઓવર સ્પીડને કારણે અનેક વખત લોકોના જીવ જતા હોય છે. ત્યારે પાટણ જિલ્લામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાંતલપુર-પીપરાળા હાઈવે માર્ગ નં. 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે જેને કારણે ટ્રકમાં સવાર લોકો ચગદાઈ ગયા હતા. આ ઘટનામાં અનેક લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.    

  

ત્રણેય ટ્રક વચ્ચે થઈ જોરદાર ટક્કર 

રાધનપુર-સાંતલપુર હાઈવે નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ડ્રાઈવરે રસ્તા પર અચાનક બ્રેક મારી દીધી હતી જેને કારણે તેની પાછળ આવી રહેલી ટ્રકના ડ્રાઈવરોને બ્રેક મારવી પડી હતી. જેને કારણે ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો છે. ત્રણ ટ્રકો વચ્ચે થયેલી ટક્કર એટલી ભયંકર હતી કે તેમને છૂટી પાડવા માટે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. જે બાદ તેમાંથી મૃતકોને બહાર કાઢવામાં આવ્યો હતો. વચ્ચેની ટ્રકના ડ્રાઈવર-કંડકટર ઈજાગસ્ત થયા છે. ઘટનાને પગલે લોકોનાં ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. પૂરઝટપે જતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રકની અંદર જ ચગદાઈ ગયા હતા. ત્રણેય ટ્રકના ભુક્કા બોલાઈ ગયા હતા.      




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...