બનાસકાંઠામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, દુકાનો સાથે અથડાયા બાદ પલટી ગાડી, ટક્કરથી ગયો આટલા લોકોનો જીવ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-03 15:53:14

આપણે ઘણી વખત ફિલ્મોમાં પોલીસને ચોર પાછળ ભાગતી જોઈ હશે એ ફિલ્મ છે માટે એમાં પોલીસ ચોરને પકડી લે છે પણ હકીકતમાં આવું થાય છે તેની ગેરંટીથી ન કહી શકાય. ચોર પોલીસની પકડમાં આવે પણ ખરો અને ન પણ આવે. પણ આવા જ દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરાના હાઈવે પર બન્યા હતા. જ્યા પોલીસના ખાનગી માણસો દારૂની હેરાફેરા કરનાર માણસોને પકડવા જતા હતા પણ તેમની સ્કોર્પિયો ગાડીની ઝડપ એટલી વધારે હતી કે પોલીસના બાતમીદાર લોકોનો જ ભયાનક અકસ્માત થઈ ગયો.. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. 


સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સર્જાયો અકસ્માત 

બનાસકાંઠામાં એક ગામ આવેલું છે જેનું નામ છે ચોરા પરબડી, આ ગામમાં દારૂની ખેપ લાગી હતી તેની માહિતી મળી તો પોલીસના ખાનગી લોકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસના લોકોને જોઈ દારુની ખેપ મારતા લોકો ગાડી લઈને ભાગ્યા હતા. ભાગેલા લોકોનો પોલીસના લોકોએ સ્કોર્પિયો ગાડીમાં પીછો કર્યો હતો. પણ તે દરમિયાન થરાદ ધાનેરાનો હાઈવે આજ પરોઢના સમયે રક્તરંજિત થયો..  કારણ કે પોલીસના બાતમીદાર લોકોની સ્કોર્પિયો ગાડી એટલી ઝડપથી પીછો કરી રહી હતી કે ડ્રાઈવર હેન્ડલ પરથી કાબૂ ગુમાવતા સ્કોર્પિયો 3 દુકાનોના શેડ અને એક દુકાનનું શટર તોડીને ડીવાઈડર સાથે ધડામ દઈને અથડાઈ. 


અકસ્માતમાં થયા અનેક લોકોના મોત જ્યારે અનેક લોકો થયા ઘાયલ

સ્કોર્પિયો ગાડી અથડાતા તેમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત છે. ત્રણેય ઈજાગ્રસ્ત લોકોની બનાસકાંઠાની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો ગાડીના પૂરજે પૂરજા અલગ થઈ ગયા હતા. કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે પોલીસના બાતમીદારો સાથે પોલીસ જવાનો પણ સ્કોર્પિયો ગાડીમાં હતા પણ બનાસકાંઠા પોલીસે હજું આ મામલે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. અત્યાર સુધી એ જ સામે આવ્યું છે કે પોલીસના મિત્રો અથવા પોલીસના બાતમીદારો અથવા પોલીસના ખાનગી માણસો દારુની ખેપ લગાવતી ગાડીનો પીછો કરતા હતી અને તે દરમિયાન ઝડપના કારણે ગાડીનો અકસ્માત થઈ ગયો હતો અને આ દુર્ઘટના ઘટી છે.


શું છે સમગ્ર ઘટના?

સમાચારની વિગત મેળવવામાં આવી તો ખબર પડી કે સ્કોર્પિયો ગાડીનો દારૂ વેચતી અથવા દારૂની ખેપ લગાવતી ગાડીનો પીછો કરી રહ્યા હતા. સ્કોર્પિયો ગાડી દારુની હેરાફેરી કરતા લોકોને પકડવા માગતા હતા પણ એવું થઈ શક્યું ન હતું. જો કે દુર્ઘટના ઘટ્યા બાદ બનાસકાંઠાના ધાનેરાના પોલીસના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ઓળખ કરી તો ખબર પડી છે કે મૃતક લોકો પમરુ ગામના હતા. મૃતકોને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. વધુ વિગતો જેમ જેમ સામે આવશે તેમ અમે જણાવતા રહીશું. મહત્વનું છે કે બે દિવસ પહેલા પણ બનાસકાંઠાના અમીરગઢમાં આવો જ ભયાનક અકસ્માત થયો હતો જેમાં ચાર લોકોના મોત થઈ ગયા હતા.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?