રાજ્યના લોકપ્રિય પર્યટન સ્થળ સાપુતારામાં એક ખતરનાક માર્ગ અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. મૃતકોમાં 2 મહિલા, એક પુરુષ અને એક બાળકીનો સમાવેશ થાય છે. સાપુતારા ઘાટ માર્ગ પર લાકડા ભરેલી ટ્રક કાર ઉપર ફરી વળતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. સાપુતારા પોલીસ દ્વારા ઘટના અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Saputara | લાકડાં ભરેલી ટ્રકની નીચે દબાઈ કાર, 4ના ઘટના સ્થળે જ મોત #saputara #saputarahills #saputaraaccident #gandhinagar #creta #accidente #gujarat #truck #jamawat #jamawatupdate pic.twitter.com/5fENVDyA92
— Jamawat (@Jamawat3) January 4, 2024
કઈ રીતે સર્જાયો અકસ્માત?
Saputara | લાકડાં ભરેલી ટ્રકની નીચે દબાઈ કાર, 4ના ઘટના સ્થળે જ મોત #saputara #saputarahills #saputaraaccident #gandhinagar #creta #accidente #gujarat #truck #jamawat #jamawatupdate pic.twitter.com/5fENVDyA92
— Jamawat (@Jamawat3) January 4, 2024પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ, ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાર્ગમાંથી નાસીક તરફ બળતણંના લાકડા ભરી જતી ટ્રક ચાલક દ્વારા ટ્રકના સ્ટિયર્રીંગ પરનો કાબુ ગુમાવી જતા ટ્રક પલ્ટી મારી જવા પામી હતી. ટ્રક પલ્ટી જતા રસ્તા ઉપર આવી રહેલ ક્રેટા કારને ટ્રકે અડફેટ લીધી હતી. જેમા કારમા સવાર એક જ પરીવારના 4 વ્યક્તીઓના કરૂણ મોત નિપજ્યા હતા. કારમા સવાર એક બાળક, બે મહિલાઓ તેમજ એક પુરૂષનું જગ્યા સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમા ગમગીન વાતાવરણ બની જવા પામ્યુ હતુ. સાપુતારા ઘાટમાર્ગમાં થયેલ ગંભીર અકસ્માતની જાણ સ્થાનિક સાપુતારા પોલીસ તેમજ નોટીફાઇ કચેરીને થતા તાત્કાલિક પોલીસકર્મીઓ તેમજ નોટીફાઇના કચેરીના સ્ટાફ દ્વારા ક્રેનની મદદથી કારમા બદાયેલ વ્યક્તીઓને બચાવવાની રાહત કામગીરી હાથ ધરવામા આવી હતી. કારમા સવાર એક મહિલા ગંભીર રીતના ઘાયલ થઇ હતી. જે ગંભીર થયેલ મહિલાને તાત્કાલિક નજીની હોસ્પિટલમા ખસેડવામા આવી હતી.