ઉત્તરાયણના તહેવાર દરમિયાન આવતા ઈમરજન્સી કોલ્સને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર, વધારાઈ એમ્બ્યુલન્સની સંખ્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-14 11:29:30

ઉત્તરાયણના દિવસે પતંગની દોરીને કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે. દોરીને કારણે અનેક લોકોના ગળા કપાતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થાય છે. ઈમરજન્સી કેસની સંખ્યાના આંકડા વધતા જોવા મળે છે. ત્યારે સવારના 9 વાગ્યા સુધી 108ની ટીમને 807થી વધુ કોલ આવી ગયા છે. ગયા વર્ષે આ આંકડો 698 પર હતો. 


પતંગની દોરીને કારણે થાય છે ગંભીર અકસ્માત 

આજકાલ અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ સમયે પતંગની દોરીને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. ગળું કપાવાને કારણે ટાંકા લેવા પડતા હોય છે અને અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઈમરજન્સી કોલ્સમાં પણ વધારો થાય છે. અનેક લોકોનો અકસ્માત થાય છે. પર્વને લઈ 108ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સ તેમજ મેડિકલ સ્ટાફની યોગ્ય વ્યવસ્થા કરાઈ છે. 


108ની ટીમે વધારી એમ્બ્યુલન્સની સંખ્યા 

તહેવારને પગલે એમ્બ્યુલન્સની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હાલ 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ તેમજ એક એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પક્ષીઓને પણ પતંગની દોરીને કારણે ઈજા પહોંચતી હોય છે. તેમને પણ સારવાર મળી રહે છે તે માટે કરૂણા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...