ઉત્તરાયણ તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી લોકો ઘણાં સમય પહેલેથી જ કરી દેતા હોય છે. પતંગની દોરીને કારણે અકસ્માતોની સંખ્યા વધે છે. પતંગની દોરીને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આ સમય દરમિયાન ઈમરજન્સી કેસમાં તેમજ કોલમાં પણ વધારો જોવા મળે છે. ઈમરજન્સી કોલ્સને પહોંચી વળવા 108 ઈમરજન્સી ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.
ઈમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર
ગુજરાતના લોકો ઉત્તરાયણની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે. અનેક દિવસો પહેલાથી જ આકાશમાં રંગબેરંગી પતંગો દેખાવાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ ઉત્તરાયણ સમય દરમિયાન અનેક અકસ્માત બનતા હોય છે. પતંગની દોરીને કારણે લોકોના ગળા કપાઈ જતા હોય છે અથવા તો અકસ્માત પણ સર્જાતા હોય છે. ઉત્તરાયણના દિવસોમાં ઈમરજન્સી કોલમાં પણ વધારો થાય છે. આ કોલને જ પહોંચી વળવા 108ની ટીમે પણ તૈયારીઓ કરી દીધી છે. ડોક્ટરની ટીમ, 108 વાનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. એક અંદાજા પ્રમાણે 108ને સવારના 8 વાગ્યાથી લઈ બપોરના સમય સુધી સૌથી વધારે ઈમરજન્સી કોલ્સ આવે છે.
ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા ચલાવાશે ઝુંબેશ
ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી ન માત્ર માણસોને નુકસાન પહોંચે છે પરંતુ આકાશમાં ઉડતા પક્ષીઓને પણ દોરીને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. અબોલ પક્ષીઓને ઈજાઓ પહોંચતી હોય છે. પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર મળી રહે તે માટ હેલ્પલાઈન નંબરની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલ થતા પક્ષીઓને સારવાર કરવા કરૂણા અભિયાન ચલાવવામાં આવશે. હેલ્પલાઈન નંબર 1962 પર કોલ કરવાથી કરૂણા એમ્બ્યુલન્સની સેવા પ્રાપ્ત થસે. ઉપરાંત 83200 02000 ઉપર પણ કોલ કરવાથી સેવા ઉપલબ્ધ થશે.