સુરતના ઉધનામાં ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકનો થયો પર્દાફાશ! માસુમ બાળકો પર આચરતો હતો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો,


  • Published By :
  • Published Date : 2023-03-25 18:49:13

સુરતથી એક એવી ઘટના સામે આવી છે જે શિક્ષક શબ્દને શર્મસાર કરે તેવી છે. સુરતના ઉધના વિસ્તારમાં બે બાળકો સાથે મદરેસામાં મૌલાના તરીકે ફરજ બજાવતા મૌલવીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. મદરેસામાં મૌલવી તરીકેની નોકરી જતા પોતાના ઘરમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપતા હતા. મળતી માહિતી અનુસાર પોલીસે ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકની ધરપકડ કરી લીધી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૌલાના પોતાના ઘરમાં જ બાળકોને ધાર્મિક શિક્ષણ આપતો હતો, મોબાઈલમાં બાળકોને અશ્લીલ વીડિયો બતાવતો હતો. અને સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય આચર્યું હતું.


બે માસુમ બાળકો બન્યા હવસનો ભોગ! 

માણસના હવસનો હવે નાના બાળકો પણ શિકાર બની રહ્યા છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નાના બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવામાં આવતું હોય છે. ત્યારે નવ વર્ષના બે બાળકો સાથે આવું કૃત્ય થયું છે. સુરતના ઉધના વિસ્તારમાં મૌલાના મોહમ્મદ મુદ્દબબીર બસીરૂદ્દીન સેખ કોચિંગ ક્લાસ ચલાવે છે જેમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારે શિક્ષક ટ્યુશન ક્લાસમાં બે માસુમ બાળકોને અશ્લીલ વીડિયો બતાવતો હતો. જો વીડિયો જોવાની બાળકો ના પાડતા તો તેમને માર પડતો હતો. 


પોલીસે હાથ ધરી તપાસ 

ધાર્મિક શિક્ષણના નામે મૌલવી પોર્ન વીડિયો બતાવી માસુમ બાળકો વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરતો હતો. બે બાળકો પર સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવામાં આવતું હતું. આ વાતની જાણકારી બાળકે પોતાના પરિવારજનોને આપી. જે બાદ શિક્ષકોનો ભાંડો ફૂટી ગયો હતો. આ ઘટનાની જાણ ઉધના પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને મળતી માહિતી અનુસાર શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. અન્ય બાળકો સાથે પણ શું શિક્ષક આવું કૃત્ય કરતો હશે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.