બિહારના મદત્તપુર ગામમાં મધ્યાહ્ન ભોજન ખાધા પછી બાળકો બીમાર થઈ ગયાની ફરિયાદ સામે આવી રહી છે. મધ્યાહ્ન ભોજનમાં ગરોળી ખાધા બાદ 200 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગરોળી નહીં રીંગણની દાંડી છે જમી લોઃ શિક્ષક
મદત્તપુર ગામની શાળામાં વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા ત્યારે એક છોકરી આવીને કહી રહી હતી કે જમવામાં ગરોળી છે. આ સાંભળીને ત્યાંના શિક્ષકે વિદ્યાર્થી પર ગુસ્સે થયા હતા અને જણાવ્યું હતું કે રીંગણની દાંડી છે જમી લો. જમ્યા બાદ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા અને ઉલટી થવા લાગી હતી. 200 જેટલા વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.
હાલ તમામ વિદ્યાર્થીઓની સારવાર કરવામાં આવી રહી છે અને તમામ વિદ્યાર્થીઓ જોખમથી બહાર છે.