થોડા સમય પહેલા પાકિસ્તાન પર ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત એર સ્ટ્રાઈક થયો હોવાનો દોવા કરવામાં આવી રહ્યો છે. આ વખતે એર સ્ટ્રાઈક ભારત દ્વારા નહીં પરંતુ ઈરાન દ્વારા કરવામાં આવી છે. પાકિસ્તાનના એક આતંકવાદી સંગઠનના બે ઠેકાણા પર ઈરાન દ્વારા એર સ્ટ્રાઈક કરવામાં આવી છે તેવો દાવો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે. જે બાદ પાકિસ્તાન દ્વારા પણ આ અંગેની પ્રતિક્રિયા આપવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવે છે કે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે નિર્દોષ બાળકોના મોત થઈ ગયા છે જ્યારે ત્રણ છોકરીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. મળતી માહિતી અનુસાર ઈરાન દ્વારા આ સ્ટ્રાઈક મંગળવારે કરવામાં આવી હતી.
(પ્રતિક્રાત્મક તસવીર)
ઈરાન દ્વારા જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર કરવામાં આવ્યો હુમલો
પાકિસ્તાનમાં સુન્ની બલોચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવાનો દાવો ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ એટલે કે IRGC દ્વારા કરવામાં આવ્યો છે. બે ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે તેવો દાવો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર જે જૈશ અલ અદલ પર હુમલો કરવામાં આવ્યો છે તેનું ગઠન 2012માં થયું હતું. આ સંગઠનને ઈરાન આતંકવાદી સંગઠન માનતું હતું. તે એક સુન્ની આતંકવાદી જૂથ છે જે સિસ્તાન-બલુચિસ્તાન, દક્ષિણ-પૂર્વ પ્રાંત રણમાં સ્થિત છે. જૈશ અલ-અદલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે.
શું કહ્યું આ ઘટનાને લઈ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે?
આ ઘટનાને લઈ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવદેન બહાર પાડવામાં આવ્યું છે જેમાં આ ઘટનાને પૂર્ણ રીતે અસ્વીકારીય ગણાવી છે. આ ઘટનાની નિંદા કરી છે. તેમજ કહ્યું છે કે આના ગંભીર પરિણામ આવી શકે છે. પાકિસ્તાન હંમેશા કહે છે કે આતંકવાદ તમામ દેશો માટે સમાન ખતરો છે. આ માટે સાથે મળીને કાર્યવાહી થઈ શકે છે. એકપક્ષીય કાર્યવાહી એ સારા પાડોશીની નિશાની નથી. આ કાર્યવાહી દ્વિપક્ષીય વિશ્વાસને ગંભીરપણે નબળી પાડે છે.