વડોદરા હરણી તળાવમાં થોડા દિવસ પેહલા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 12 જેટલા નિર્દોષ બાળકોના મોત થઈ ગયા હતા. ઓવરલોડેડ બોટ પલટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ઉપરાંત બાળકોને સુરક્ષા માટે લાઈફ જેકેટ પણ આપવામાં ન આવ્યા હતા. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પિકનીક માટે ગયેલા બાળકોના મૃતદેહ ઘરે આવ્યા હતા. આ મામલામાં એવી માહિતી સામે આવી છે કે હાઈકોર્ટે સુઓમોટો પિટિશનને સ્વીકારી લીધી છે. આ ઘટનાની નોંધ કોર્ટ દ્વારા લેવામાં આવી છે. એક્શન ટેક્ન રિપોર્ટ 29 જાન્યુઆરી સુધીમાં રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
હરણી લેકમાં સર્જાઈ હતી દુર્ઘટના
થોડા સમય પહેલા મોરબીમાં એક કરૂણાંતિકા સર્જાઈ હતી જેમાં 150 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ હતો. સરકાર પણ આ દુર્ઘટના બાદ એક્ટિવ થઈ ગઈ હતી અને અનેક જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આવા કિસ્સાઓ સર્જાય તે બાદ થોડા દિવસ સુધી કડક કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ પછી જેમ જેમ સમય વિતી જાય છે તે બાદ આવી કડક કાર્યવાહી કરવામાં નથી આવતી. થોડા દિવસો પહેલા વડોદરાના હરણી લેકમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બાળકોના જીવ ગયા છે.
ગુજરાત હાઈકોર્ટે આ ઘટનાની લીધી નોંધ!
12 જેટલા બાળકો અને 2 શિક્ષકો દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે આ કેસ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે અને કોર્ટે સુઓમોટો પિટિશન સ્વીકારી છે. આ ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે એવી માહિતી પણ સામે આવી છે કે હરણી તળાવ બોટ ટ્રેજેડી મામલે ચોંકાવનારા ઘટસ્ફોટ થવા લાગ્યાં છે. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટી માહિતી જાહેર કરી છે.
આ મામલે શું કહ્યું વડોદરા પોલીસ કમિશનરે?
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જેમાં તેમણે કહ્યું કે આ કેસમાં 18 આરોપીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે, જેમાંથી એક આરોપીનું મોત થયું છે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બોટ ઓપરેટરને ફક્ત તરતા જ આવડતું હતું. તેની પાસે હોડી ચલાવવાની ક્ષમતા નહોતી. તેને ત્યાં નિલેશ જૈને મૂક્યો હતો. કમિશનરે જણાવ્યું હતું કે, બોટ પરના સહાયકને તરતા પણ આવડતું નથી. આ બધી બાબતો બેદરકારી દર્શાવે છે. આથી આરોપીઓ માટે એલઓસી જાહેર કરાઈ છે.