ગુજરાતના મુખ્યમંત્રીની સિક્યુરિટીના એકાએક ફેરફાર કરાયા છે. પાંચ ડીવાયએસપીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી ફરજ બજાવતા પાંચ ડીવાયએસપીની બદલીની નોટીસ મળતાં અનેક તર્ક વિર્તકો સર્જાયા છે. સીએમની સિક્યુરિટીમાં નવા પાંચ ડીવાયએસપીની નિમણૂંક કરવામાં આવી છે અને બદલાયેલા પાંચેય અધિકારીને વેઈટિંગ ફોર પોસ્ટિંગનો આદેશ આપવામાં આવ્યો છે.
પાંચ ડીવાયએસપીની તાત્કાલિક અસરથી કરાઈ બદલી!
જે અધિકારીઓને બદલીનો આદેશ આપવામાં આવ્યો છે તેમની વાત કરીએ તો, રાજ્યના પોલીસ મહાનિરીક્ષક બ્રિજેશ કુમાર ઝાનું નામનો સમાવેશ પાંચ નાયબ પોલીસ અધિક્ષકની બદલીનો ઓર્ડર કર્યો છે. પાંચ અધિકારીને પ્રતીક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. સીએમ સિક્યુરિટીમાં રહેલા તમામ અધિકારીને તાત્કાલિક બદલી કરાયેલી જગ્યાએ હાજર થવા આદેશ આપ્યો છે.
77 આઈપીએસની કરાઈ હતી બદલી!
કુલદિપ શર્માને સીએમ સિક્યોરિટી-1, સલામતી શાખામાં બદલી કરવામાં આવી છે. ડી.વી.પટેલને આઈબી સબ સેન્ટર અને સીએમ સિક્યુરિટી ગાંધીનગર ખાતે મૂકવામાં આવ્યા છે. પી.ડી વાઘેલાને સીએમ સિક્યુરિટી-3,સલામતી શાખા ગાંધીનગર ખાતે મૂકાયા છે. એચ.બી.ચૌધરીની બદલી આઈબી સબ સેન્ટર અને સીએમ સિક્યોરિટી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. આર.એલ.બારડને સીએમ સિક્યોરિટી-2 ગાંધીનગર ખાતે મૂકાયા છે. મહત્વનું છે કે ચૂંટણી પહેલા 77 આઈપીએસની બદલી કરવામાં આવી હતી.