યુવાનોમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના બાદ તો પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ન માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આજે જ આવો કિસ્સો અમરેલીથી સામે આવ્યો છે જેમાં શાળામાં ભણતી વિદ્યાર્થિનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. 9માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ક્લાસમાં ઢળી પડી અને મોતને ભેટી. મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થિનીનું મોત થયું છે તેમનું નામ સાક્ષી રોજાસરા છે. પરીક્ષા દરમિયાન હાર્ટ એટેક આવ્યો અને વિદ્યાર્થિનીનું મોત થઈ ગયું.
10 વર્ષની બાળકીનું હાર્ટ એટેકને કારણે થયું મોત
ગુજરાત તેમજ દેશના યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. યુવાનોનો ભોગ હાર્ટ એટેક લઈ રહ્યો છે. કોરોના બાદ તો હૃદય હુમલાનો રાફળો ફાટ્યો છે, પ્રતિદિન અંદાજીત ચારથી પાંચ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ગઈકાલે 10 વર્ષની દીકરીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. સુરતથી પણ હાર્ટ એટેકનો બનાવ બન્યો છે જેમાં એક યુવાન હાર્ટ એટેકનો શિકાર બની ગયો. યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. કોરોનાની સાઈડઈફેક્ટને કારણે યુવાનો હૃદય હુમલાનો શિકાર બની રહ્યા છે તેવી વાત લોકો દ્વારા કરવામાં આવી. ત્યારે આજે શાળામાં ભણતી વિદ્યાર્થિનીને ચાલુ પરીક્ષામાં હાર્ટ એટેક આવ્યો અને તે મૃત્યુ પામી.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિની ઢળી પડી અને મોતને ભેટી
હાર્ટ એટેક આવે તે પહેલા અનેક લોકોને છાતીમાં દુખાવો થતો હોય છે. અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. સારવાર માટે પણ અનેક લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ તેમને સારવાર મળે તેની પહેલા જ તેમનું મોત થઈ જાય છે. ડોક્ટર તેમને મૃત જાહેર કરી દે છે. ત્યારે આજના કિસ્સામાં પણ આવું થયું. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિની અચાનક ઢળી પડી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ તેની પહેલા જ તેણે પોતાનો જીવ ખોઈ દીધો. ગઈકાલે હાર્ટ એટેકના કિસ્સા સામે આવ્યા હતા જેમાંથી ત્રણ વ્યક્તિના મોત થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિની સારવાર ચાલી રહી છે.
ચાલુ બસે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક
ગઈકાલે ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. ડ્રાઈવરની સમય સૂકતાને કારણે જાનહાની ટળી હતી પરંતુ બસ ખાઈમાં પડી ગઈ હતી .આ ઘટનામાં કોઈના મોત નથી થયા. સારવાર અર્થે ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આની પહેલા પણ અનેક લોકોના મોત હાર્ટ એેટેકને કારણે થયા છે. નવરાત્રી દરમિયાન પણ હાર્ટ એટેકને કારણે 36 જેટલા લોકોના મોત થયા. નવરાત્રી બાદ પણ આ સિલસિલો જોવા મળી રહ્યો છે.