કુંવરજી બાવળીયાની શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ કર્યો હતો આપઘાત, પરિવારજનોને હત્યા થઈ હોવાની આશંકા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-27 16:52:53

થોડા દિવસો પહેલા રાજકોટમાં એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હતી. વિંછીયાના અમરાપરામાં આવેલી કુંવરજી બાવળીયાની આદર્શ સ્કુલમાં આ વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીએ એકાએક આપઘાત કરી લેતા ચકચાર મચ્યો હતો. આ મોત મામલે કોળી વિકાસ સંગઠને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કાજલે ત્રાસ અથવા શોષણ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. 


મુખ્યમંત્રીને લખ્યો પત્ર

રાજકોટના વિંછીયાના અમરાપરમાં કુંવરજી બાવળીયાની શાળા આવેલી છે. આ શાળામાં 10માં ધોરણમાં ભણતી કાજલે થોડા દિવસો પહેલા આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીનીએ અચાનક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો હતો. મોત મામલે કોળી વિકાસ સમાજના આગેવાને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીને તપાસ સોપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. 


ગળેફાંસો ખાઈ વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું હતું જીવન 

કોળી સમાજના આગેવાને પત્રમાં લખ્યું કે કાજલના પિતાને 23મી જાન્યુઆરીએ રાત્રે ફોન આવે છે અને સરકારી હોસ્પિટલ મળવા બોલાવે છે, ત્યાં તેમને દીકરીની લાશ મળે છે અને મૌખિક જાણ કરવામાં આવે છે. તમારી દીકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પરંતુ જ્યાં મૃત્યું થયું તે જગ્યાએ પોલીસ પણ નથી પહોંચી કે અમને પણ નથી જાણ કરાઈ. સીધા સરકારી દવાખાને પોલીસ અને પરિવારજનોનને જાણ કરવામાં આવી. 


ઉપવાસ પર ઉતરવાની આપી ચીમકી 

પત્રમાં વધુમાં લખવામાં આવ્યું કે અમને લાગે છે કે દીકરીને ખૂબ ત્રાસ આપવાથી તથા શોષણ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે. આક્ષેપ લગાવતા કહ્યું કે આ અગાઉ પણ સ્કૂલમાં બે વિદ્યાર્થીનીઓના મોત આવી રીતે થયા હતા. ત્યારે પરિવારજનોએ તટસ્થ તપાસની માગ કરી છે. જો દીકરીના મોતનું સાચું કારણ જાણવા નહીં મળે તો ન્યાય માટે ધરણા ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.        




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?