બનાસકાંઠામાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન, પિતાએ ભણવા માટે કહેતા બાળકે કરી લીધી આત્મહત્યા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-15 16:28:48

નાની નાની વાતોને આજકાલ બાળકો મન પર લઈ રહ્યા છે. નાની વાતને લઈ એટલું મોટું પગલું ભરી લેતા હોય છે જેનું પરિણામ માતા પિતાને ભોગવવું પડતું હોય છે. ત્યારે બનાસકાંઠામાં 14 વર્ષના બાળકે આત્મહત્યા જેવું મોટું પગલું ભરી લીધું છે. પિતાએ વાંચવાનું કહેતા ધોરણ 9માં અભ્યાસ કરતા બાળકે મોતને વ્હાલું કર્યું છે. આ ઘટના બનાસકાંઠાના વાવના ગંભીરપુરામાં બની છે.


ભણવાનું કહેતા વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન!

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની વાતને ધ્યાનમાં રાખી લોકો આપઘાત કરી જીવનને ટૂંકાવી રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કરી મોતને વ્હાલું કર્યું છે. આ કિસ્સો જે થયો છે તે તમામ માતા પિતાને ચેતવણીરૂપ કિસ્સો સાબિત થઈ શકે છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પરીક્ષા હોવાને કારણે પિતાએ પુત્રને ભણવા માટે કહ્યું હતું. વાંચવાનું કહેતા પુત્રે આ વાતને દિલ પર લઈ લીધી હતી. વાતની દાજ રાખી બાળકે છાપરાના પાટ ઉપર દોરડાથી ગળે ફાંસો ખાઈ જીવનને અલવિદા કહી દીધું છે.


આ પહેલા પણ બની છે આવી ઘટના! 

બાળકના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી માતા પિતા દ્વારા અનેક વખત બાળકોને ઠપકો આપવામાં આવતો હોય છે. કોઈ વખત સલાહને, તેમના ઠપકાને સારી રીતે લેવાની બદલીમાં તેને  ઉંધી રીતના લઈ વિદ્યાર્થીઓ આપઘાત જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. પરંતુ તે સલાહને, તે ઠપકાને ધ્યાનમાં રાખી માતા-પિતાના ઠપકાને કારણે બાળકે આવું પગલું ભર્યું હોય તે આ પહેલી ઘટના નથી. 


શું માતા પિતા હવે બાળકોને ઠપકો આપવાનું બંધ કરી દે? 

આ પહેલા પણ એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં માતા પિતા દ્વારા કહેવામાં આવેલી વાતોને ધ્યાનમાં રાખી મોટા પગલાં ભરી લેતા હોય છે. કોઈ વખત મોબાઈલ ન આપવાની બાબતને લઈ વિદ્યાર્થીઓ જીવનને ટૂંકાવી રહ્યા છે. ત્યારે આ વખતે ધોરણ નવમા ભણતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષા હોવાને કારણે પિતાએ બાળકને ભણવા બેસવાનું કહ્યું. આ વાતને દિમાગ પર લઈ વિદ્યાર્થીએ છાપરાના પાટ ઉપર દોરડાથી ગળે ફાંસો ખાઈ જીવનને અલવિદા કહી દીધું છે. વ્હાલ સોયા બાળકને ગુમાવ્યા બાદ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. ત્યારે બાળકોએ પણ આ મામલે વિચારવું પડશે કે માતા પિતા તમારા ભલા માટે તમને ઠપકો આપતા હોય છે. તેમની વાતોને દિલ પર લઈ કોઈ એવું પગલું ન ભરી લેવાય કે જેને કારણે માતા પિતા આજીવન રડતા રહે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?