સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, જાણો કેમ વિદ્યાર્થીએ ઘરની અગાસીમાંથી માર્યો કૂદકો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-25 18:29:15

આજકાલ અનેક લોકો હનીટ્રેપનો શિકાર બની રહ્યા છે. વીડિયો ઉતારી લોકોને બ્લેકમેઈલ કરવામાં આવતા હોય છે અને પૈસાની માગણી કરવામાં આવતી હોય છે. સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હનીટ્રેપનો શિકાર બન્યો છે. ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. જે બાદ તેને બ્લેકમેઈલ કરવામાં આવતો હતો. ત્યારે હનીટ્રેપમાં ફસાયેલા વિદ્યાર્થીએ પોતાના ઘરની અગાસીથી કૂદકો મારી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.   


હનીટ્રેપમાં ફસાયો હતો ધો. 12માં ભણતો વિદ્યાર્થી!

પરિવારે ભારે હૈયે પોતાના બાળકને અંતિમ વિદાય આપી હતી. પોતાના બાળકે આત્મહત્યા જેવું પગલું કેમ ભર્યું તે અંગે પરિવાર વિચારી રહ્યો હતો. બાળકના અંતિમ સંસ્કાર કર્યા બાદ પરિવાર સામે એવી હકીકત આવી જેને લઈ પરિવારજનોના હોંશ ઉડી ગયા હતા. વિદ્યાર્થીનો મોબાઈલ તપાસવામાં આવ્યો જેમાં પરિવારજનોને ખબર પડી કે વિદ્યાર્થી હનીટ્રેપમાં ફસાઈ ગયો હતો અને તેને બ્લેકમેઈલ કરવામાં આવતો હતો. ધો,12ના વિદ્યાર્થીનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થી પાસે પૈસા પણ માગવામાં આવતા હતા.ટુકડે ટુકડે કરી વિદ્યાર્થી પાસેથી 9600 રુપિયા પડાવી લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત વધારે પૈસાની માગણી પણ કરવામાં આવી હતી. ત્યારે આને પગલે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.    


પોલીસે ગુન્હો નોંધી હાથ ધરી તપાસ 

આ સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ઘટના અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પરિવારજનોના જણાવ્યા બાદ પોલીસ મોબાઈલને લઈ તપાસ કરી રહી છે. જે નંબરથી ફોન અને મેસેજ આવ્યા હતા તેના સીડીઆર કાઢવામાં આવ્યા હતા જે બાદ ખબર પડી કે આ નંબરો બિહાર, ઝારખંડ, કોલકાત્તાથી નંબરો ઝમ્પ થતા હતા. વિદ્યાર્થીએ બ્લેકમેઈલથી કંટાળી આપઘાત કર્યું હોવાનું અનુમાન લડગાડવામાં આવી રહ્યું છે. 


સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે રહો સતર્ક! 

મહત્વનું છે સોશિયલ મીડિયાના જમાનામાં અનેક લોકો હનીટ્રેપનો શિકાર બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી વીડિયો કોલ કરવામાં આવે છે. જે બાદ ખરાબ વીડિયો ઉતારવામાં આવે છે અને તે બાદ બ્લેકમેઈલ કરવામાં આવે છે અને પૈસાની માગ કરવામાં આવે છે. ત્યારે બદનામીના ડરથી અનેક લોકો મોતને વ્હાલુ કરી લેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા દરેક વ્યક્તિએ હનીટ્રેપને લઈ સતર્ક રહેવું પડશે.   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?