હાર્ટ એટેક.... આજકાલ સામાન્ય બની ગયેલો આ શબ્દ છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે તે વાત તો આપણે જાણીએ છીએ. પ્રતિદિન કોઈને કોઈ વ્યક્તિ મોતને હાર્ટ એટેકને કારણે ભેટી રહ્યા છે. મોત ક્યારે આવશે તેની જાણ થતી નથી. નાની ઉંમરના લોકોને કાળ ભરખી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાથી સમાચાર આવ્યા કે ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર મૃતકનું નામ રોહિત ડાભી હતું અને તે શાળામાં અભ્યાસ કરતો હતો. રાત્રે ઊંઘમાં તેને હાર્ટ એટેક આવ્યો અને તે મોતને ભેટી ગયો. અચાનક પુત્રના વિદાયથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે.
ઊંઘમાં વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક!
કોરોના બાદ હાર્ટ એટેકની ઘટનાઓ બનવી સામાન્ય બની ગઈ છે. હાર્ટ એટેકથી નાની ઉંમરના લોકો મોતને ભેટી રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો યોગા કરતા કરતા હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોઈ જમતા જમતા મોતને ભેટી રહ્યા છે તો કોઈ ઊંઘતા ઊંઘતા મોતને ભેટી રહ્યા છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં આવી ઘટનાઓ બની છે. આ બધા વચ્ચે બનાસકાંઠામાં એક વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. એસ.કે.એમ હાઈસ્કૂલમાં ભણતા રોહિત ડાભીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી નાની ઉંમરના યુવાનોના મોત થઈ રહ્યા છે હાર્ટ એટેકને કારણે.
શા માટે આવે છે હાર્ટ એટેક?
યુવાનો પર હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકનો ભોગ નાની ઉંમરના યુવાનો બની રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી જાણે સામાન્ય બાબત બની ગઈ છે તેવું લાગે છે. રાજ્યમાં સરેરાશ 8 જેટલા લોકોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થઈ રહ્યા છે. હાર્ટ એટેક માટે પહેલા માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને જ આ થાય છે. પરંતુ કોરોના બાદ આ સ્થિતિ બદલાઈ ગઈ. યુવાનો, નાના બાળકોના જીવ પર હૃદય હુમલાને કારણે જોખમ વધી ગયું છે. હાર્ટ એટેક કોઈ મર્યાદા સુધી મર્યાદિત નથી.
હાર્ટ એટેક આવવાના લક્ષણો શું?
હાર્ટ એટેક આવવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. સામાન્ય રીતે મનુષ્યના હૃદય સુધી ઓક્જિસન નથી પહોંચતું ત્યારે હાર્ટ એટેક આવે છે. નળીમાં બ્લોકેજ હોય ત્યારે સામાન્ય રીતે હૃદય સુધી લોહી નથી પહોંચતું. હાર્ટ એટેકના લક્ષણોની વાત કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ પડવી, ખૂબ જ પરસેવો આવવો, છાતીમાં સતત દુખાવો થવો, બેચેની લાગવી હોય છે. હાર્ટ એટેક આવવા પાછળના કારણની વાત કરીએ તો વધારે પડતું સ્ટ્રેસ લેવું, પૂરતી ઉંઘ ન લેવી, વધારે પડતી કસરત કરવી જેવી અનેક વસ્તુઓને કારણે હાર્ટ એટેકનો ખતરો વધતો રહે છે.
શા માટે વધી રહ્યા છે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સા?
સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. વાત સાચી પણ છે. હાર્ટ એટેકનો ખતરો એટલા માટે વધી જાય છે કારણ કે કોરોના સંક્રમણની અસર વ્યક્તિના દિલ પર પડી છે. અનેક વ્યક્તિઓના ઉદાહરણો આપણી સામે હશે જે કોરોના બાદ જલ્દી થાકી જતા હશે, રોગ જલ્દી પકડાઈ જતો હશે વગેરે વગેરે.. ત્યારે કોરોનાના કારણે નળીમાં લોહી ગંઠાઈ જાય છે જેને કારણે બ્લોકેજ થાય છે.