સામાન્ય રીતે જ્યારે આપણે ત્યાં કોઈ ચોરી થાય તો આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હોઈએ છીએ. અમારી આ વસ્તુ ચોરાઈ ગઈ છે તેવી ફરિયાદ પોલીસને કરતા હોઈએ છીએ. ત્યારે જે ઘટના કર્ણાટકથી સામે આવી છે તે અજીબ છે. કર્ણાટક પોલીસે એક ચોરને પકડ્યો છે જેણે ભેંસની ચોરી 1965માં કરી હતી અને સજા 2023માં મળી રહી છે. કર્ણાટક પોલીસે 58 વર્ષ બાદ આરોપીને એટલે કે ચોરને પકડી પાડ્યો છે. ભેંસ ચોરીનો આરોપ બે વ્યક્તિ પર લાગ્યો હતો પરંતુ બેમાંથી એકનું મોત થઈ ગયું છે જેને કારણે એક વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
ધરપકડ બાદ મળ્યા હતા જામીન પરંતુ આરોપી થઈ ગયા હતા ફરાર
કર્ણાટકથી એક હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. 58 વર્ષ પહેલા ગાયની ચોરી બે લોકોએ કરી હતી. 25 એપ્રિલ 1965ના રોજ મુરલીધરરાવ કુલકર્ણી નામના વ્યક્તિએ પોલીસ મથકમાં બે ભેંસ અને એક બછડાના ચોરી થયા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 1965માં પોલીસે મહારાષ્ટ્રના ઉદયગીર નિવાસી કિશન ચંદર અને ગણપતિ વિઠ્ઠલ વાગોરની ધરપકડ પણ કરી હતી. જે બાદ જામીન પણ આપવામાં આવ્યા હતા. પરંતુ જામીન મળ્યા બાદ આરોપી ગાયબ થઈ ગયા. અને જ્યારે મુદત પડતી હતી ત્યારે તેઓ હાજર રહેતા ન હતા.
58 વર્ષ બાદ પોલીસે કરી ધરપકડ
આરોપી હાજર થાય તે માટે સમન્સ અને વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલાને લઈ એલપીઆર પણ દાખલ કરી હતી. વિશેષ ટીમની પણ રચના કરવામાં આવી હતી. વિશેષ ટીમે તપાસ કરી હતી, આરોપીને પકડી લેવામાં સફળતા મળી છે. જે વખતે ભેંસની ચોરી કરી હતી તે સમયે આરોપીની ઉંમર 20 વર્ષની હતી અને હવે 58 વર્ષ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે પોલીસની કામગીરીને લઈ અનેક વખત પ્રશ્ન ઉઠતા હોય છે. ત્યારે આ ઘટનામાં પોલીસની કામગીરીને બિરદાવવી જોઈએ.