લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા અલગ અલગ પ્રચાર શરૂ કરવામાં આવી ગયો હોય તેવું લાગે છે. રાજનેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે રાહુલ ગાંધીએ શક્તિને લઈ આપેલા નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. આ શબ્દને લઈ ઘમાસાણ શરૂ થઈ ગયો છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ પીએમ મોદીએ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને હવે પૂર્વ સાંસદ પરષોત્તમ રૂપાલાએ આ મામલામાં ઝંપલાવ્યું છે.
રાહુલ ગાંધીએ શક્તિને લઈ આપ્યું હતું નિવેદન!
રવિવારે મુંબઈ ખાતે ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન યોજાયું હતું અને તે વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં શક્તિ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. આ શબ્દનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, હિન્દૂ ધર્મમાં એક શબ્દ છે શક્તિ , અમે પણ શક્તિથી લડી રહ્યા છે. સવાલ એ છે કે આ શક્તિ શું છે ? આ પછી રાહુલ ગાંધી બોલ્યા કે રાજાની આત્મા EVMમાં છે , ના ખાલી ઈવીએમમાં પણ દેશની દરેક સંસ્થામાં રાજાની આત્મા છે, જેમ કે ED,CBI અને INCOME TAX ડીપાર્ટમેન્ટ. આ સ્ટેટમેન્ટ બાદ પીએમ મોદીએ પણ પ્રહાર કર્યો છે.
પીએમ મોદી બાદ પરષોત્તમ રૂપાલાએ આપી પ્રતિક્રિયા
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ પછી વડાપ્રધાન મોદીએ તરતજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર તેલંગાણા રાજ્યના જગતિઅલ શહેરમાં જાહેરસભા દરમ્યાન શક્તિ શબ્દ બાબતે શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કીધું હતું કે , મારા માટે આ દેશની દરેક માતા , બહેન , દીકરી એ શક્તિનું સ્વરૂપ છે. આ મામલો શાંત જલ્દી થાય તેવું નથી લાગી રહ્યું કારણ કે હવે આ મામલે પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીના નિવેદનને જાહેરમાં વખોડી કાઢી. નામ લીધા વગર તેમણે વિરોધ કર્યો છે.
નિવેદન આપતા કહ્યું કે....
રાજકોટના એક કાર્યક્રમ દરમિયાન રૂપાલાએ નિવેદન આપતા કહ્યું કે, આપણે અહીં જગદંબાઓ છે, નવ દિવસ ઉપાસનાનું પર્વ ચાલે, હમણા એને શક્તિ સામે વાંધો પડ્યો છે.બાળ ભગવાન કે મહિલા ભગવાન ક્યાંય નથી. મહત્વનું છે કે આ તો રાજનીતિ છે શબ્દોના, નિવદેનોના અનેક તર્ક વિતર્ક કાઢવામાં આવતા હોય છે. હજી તો બસ આ શરૂઆત છે આગળ આગળ ચૂંટણી પ્રચારમાં આવા અનેક નિવેદનો, ભાષણો આપવામાં આવશે અને તેને લઈ રાજનીતિ પણ ગરમાશે...