ફાગણી પૂનમને લઈ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં કરાયું છે વિશેષ આયોજન, જાણો શું છે આગામી બે દિવસનો કાર્યક્રમ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-06 15:40:33

ફાગણી પૂનમને લઈ ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. પદયાત્રીકો ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. ડાકોર તરફ જતા રસ્તાઓ જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે ભક્તો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફાગણી પૂનમના દર્શન કરવા હજારો ભક્તો આવતા હોય છે. હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોના ઘોડાપુરને જોતા મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

ડાકોર મંદિર નો ઈતિહાસ અને મંદિર વિશે જાણવા જેવું

દર્શન માટે રણછોડજી મંદિરમાં કરાઈ વિશેષ વ્યવસ્થા  

7 માર્ચે રણછોડરાયજી મંદિરમાં સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે. જે બાદ ચારથી સાડા સાત વાગ્યા સુધી દર્શન માટે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે. જે બાદ 8થી 2.30 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. બપોરે 3 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકે છે. સાંજે  6 વાગ્યે ઉત્થાયન આરતી થશે. જે બાદ 6થી 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 8.15 વાગ્યે શયન આરતી થશે. 


આઠ માર્ચે ડાકોરના રણછોડરાય મંદિરમાં સવારે 5.15 વાગ્યે મંગળા આરતી થશે. 5.15થી 8.30 સુધી ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. જે બાદ ભગવાનના દ્વાર 9.00 વાગ્યાથી 1.00 વાગ્યા સુધી દ્વાર ખુલ્લા રહેશે. આ સમય દરમિયાન શ્રી ગોપાલ ફૂલડોળમાં બિરાજશે જેનો લાભ ભક્તો લઈ શક્શે. બપોરે 1.00થી 2.00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરના સમયે 3.30થી 4.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. જે બાદ 5.15 વાગ્યે ઉત્થાપન આરતી થશે. 





હજારોની સંખ્યામાં ભક્તો આવે છે દર્શનાર્થે 

ફાગણી પૂનમને લઈ હજારોની સંખ્યામાં ભક્તો ડાકોરમાં દર્શનાર્થે પહોંચ્યા છે. ધ્વજાઓ, સંઘ લઈ ભક્તો ડાકોર પહોંચ્યા છે. ડાકોર તરફ થઈ રેહલા રસ્તાઓ પર પણ જય રણછોડના નાદ સંભળાઈ રહ્યા છે. તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક સ્થળો પર પદયાત્રીકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. ઈમરજન્સી સેવાઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એમ્બ્યુલન્સ, એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.ફાગણી પૂનમને લઈ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.      

  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...