માથા પર સોલર પેનલ અને ચહેરા પર પંખો! સોશિયલ મીડિયા પર વાયરલ થયો એન્જીનિયર બાબાનો વીડિયો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-03 15:58:39

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે જે ખૂબ વાયરલ થતાં હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક બાબાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગરમીથી બચવા બાબા માથા પર પંખો લગાવી ફરી રહ્યા છે. ભગવા કપડા પહેરેલા બાબાએ સોલાર પ્લેટથી પંખો ચલાવ્યો છે. લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

    

ભગવા ધારી બાબાનો વીડિયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર આપણને એવા અનેક વીડિયો મળી આવતા હોય છે જે આપણને વિચારવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર હાલ એક બાબાનો વીડિયો ખુબ જોવાઈ રહ્યો છે જેમાં એક હાઈટેક બાબા છે. થોડા દિવસો બાદ કાળજાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. આ વખતની ગરમી અનેક વર્ષોના રેકોર્ડ તોડશે તેવી વાતો કરવામાં આવી રહી છે. ગરમીથી બચવા અનેક ઉપાયો કરવામાં આવતા હોય છે. ત્યારે એક સાધુએ ગરમીથી બચવા એક જૂગાડ શોધી લીધો છે. સોલાર પેનલની મદદથી બાબા પંખો ચલાવી રહ્યા છે. હેલમેટ જેવો ફેન લઈ બાબા રસ્તા પર ચાલી રહ્યા છે. સૂર્ય ઉર્જાની મદદથી બાબા એ પંખાને ચલાવી રહ્યા છે અને ગરમીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે.      


એન્જીનિયરો પણ બાબાના જુગાડ સામે ફેઈલ થાય!

ઘણી વખત સોશિયલ મીડિયા પર એવા વીડિયો મળી આવતા હોય છે જે આપણને ઘણું બધું શીખવાડી જતા હોય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ અને ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં આપણને લાગે કે ગણાવા માટે ડિગ્રીની જરૂર નથી હોતી. આ વીડિયોને લઈ અનેક લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે. અનેક કહી રહ્યા છે કે આ બાબાની સામે તો મોટા મોટા એન્જીનિયરો પણ નિષ્ફળ છે. તો કોઈ કહી રહ્યું છે કે  એટલે જ કહેવાયું છે કે જરૂરીયાત એ સંશોધનની માતા છે. ત્યારે  હાલમાં જ આ વીડિયો અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.  



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..