અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા બરફના તોફાનને કારણે 13 શહેરો માટે ઈમરજન્સી ઘોષિત કરી દીધી છે. આ હિમ તોફાનમાં અંદાજીત 9 લોકોના મોત થયા છે. હિમપ્રપાતને કારણે 70 હજારથી વધારે ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. ઉપરાંત આ હિમ તોફાનમાં 100 જેટલા લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. મોસમ વિભાગના અનુમાન અનુસાર આગામી 2 દિવસમાં 18-24 ઈંચ બરફવર્ષા થવાનું અનુમાન છે.
70 હજારથી વધુ ઘરોમાં નથી વીજળી
અમેરિકામાં ફરી એક વખત હિમ તોફાન ત્રાટક્યું છે. આ બરફ વર્ષાને કારણે જનજીવન ખોરવાયું છે. હિમપ્રપાતને કારણે સ્થિતિ દિવસેને દિવસે ભયંકર થઈ રહી છે. હિમ વર્ષાને કારણે વિવિધ એરલાઈન્સને અસર પડી છે. અનેક ફ્લાઈટો રદ્દ થઈ ગઈ છે.ત્યારે આગામી બેથી ત્રણ દિવસમાં 18થી 24 ઈંચ બરફવર્ષા થવાનું અનુમાન કરવામાં આવ્યું છે. હિમવર્ષાને કારણે 70 હજાર ઘરોની વિજળી ગુલ થઈ ગઈ છે. આ હિમ તોફાનમાં 9 જેટલા લોકોના મોત થયા છે. અધિકારીના જણાવ્યા મુજબ આ અઠવાડિયામાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસટ્રેશને એક મેપ જાહેર કર્યો હતો.