Ahmedabadમાં બની ફાયરિંગની ઘટના, મજાક મજાકમાં યુવકે ઉપાડી ગન, દબાવ્યું ટ્રિગર, અને પોતાના પર જ થઈ ગયું ફાયરિંગ!


  • Published By :
  • Published Date : 2024-03-11 12:29:46

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે, રિલ્સ માટે અનેક વખત એવા સ્ટંટ યુવાનો દ્વારા કરવામાં આવતા હોય છે જે આત્મઘાતી સાબિત થતા હોય છે. રીલ બનાવવાના ચક્કરમાં કોઈ વાહન ચાલક ખુલ્લા હાથે વાહન ચલાવે છે તો કોઈ ગન સાથેનો વીડિયો બનાવે છે. સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં લોકો એવું પણ નથી વિચારતા કે આ કરવાના ચક્કરમાં કોઈ દુર્ઘટના સર્જાઈ જશે તો શું થશે? આ વાત અમે અમદાવાદમાં બનેલી ઘટનાને લઈ કરી રહ્યા છીએ જેમાં મજાક મજાકમાં સ્ટંટ કરવા માટે યુવકે હાથમાં ગન લીધી અને ટ્રીગર દબાવી દીધું એમ માનીને કે ગન ખાલી હશે પરંતુ તે ગન ભરેલી હતી.  પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા તે વ્યક્તિનું મોત નીપજ્યુ છે. પોલીસે આ ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. 



મજાક મજાકમાં સર્જાઈ મોટી દુર્ઘટના

આપણે અનેક વખત કહેતા હોઈએ છીએ કે મસ્તી મસ્તીમાં ખસવું થઈ જાય. મજાકમાં કરવામાં આવેલું કામ અનેક વખત પ્રાણઘાતક સાબિત થતું હોય છે. ત્યારે અમદાવાદમાં એક ઘટના બની છે જેમાં યુવકે પોતાને ગોળી મારી દીધી અને એ પણ મજાક મજાકમાં...! વાત એમ હતી કે રીલ બનાવવાના ચક્કરમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારની છે જ્યાં રહેતા દિગ્વિજય સિંહ રાજપૂત રિવોલ્વર ખાલી હોવાનું માનીને સ્ટંટ કરી રહ્યો હતો. રિવોલ્વર ખાલી હોવાનું માની તેણે ફાયરિંગ કર્યું પરંતુ કમનસીબે તે ગોળી તેને જ વાગી. ગોળી વાગતા તેનું મોત થઈ ગયું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે હથિયાર રાખવા માટે પરવાનગી લેવી જરૂરી છે. 


લાઈક મેળવવાના ચક્કર લોકોમાં લાઈફને જોખમમાં મૂકતા હોય છે!

ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો એવા એવા ગાંડપણ કરતા હોય છે જેને જોઈ એવું થાય કે સાવ આવું તો ના હોય યાર.. સારી લાઈક મેળવવા માટે પોતાના જીવને તો લોકો જોખમમાં નાખતા હોય છે પરંતુ બીજાના જીવને પણ તે લોકો જોખમમાં મૂકી દેતા હોય છે. જે લોકો ખુલ્લા હાથે વાહન ચલાવે છે તેમને પણ વિચારવું જોઈએ કે જો અકસ્માત થશે તો તેમના જીવને પણ જોખમ રહેલું છે અને બીજાના જીવને પણ જોખમ રહેલું હોય છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.