અમેરિકામાં ફાયરિંગ થવાની ઘટના સામાન્ય બની ગઈ છે. દરરોજ કોઈને કોઈ જગ્યા પર ફાયરિંગની ઘટના થઈ હોવાની માહિતી સામે આવતી રહે છે. ત્યારે આજે 6 વર્ષના બાળકે પોતાના શિક્ષક પર ગોળીબારી ફરી હતી. સદનસીબે આ ઘટનામાં શિક્ષકને ઈજા નથી પહોંચી.
સ્કૂલમાં બાળકે કર્યો શિક્ષક પર હુમલો
અનેક વખત અમેરિકામાં ફાયરિંગની ઘટના બને છે. અનેક લોકો આને કારણે મોતને ભેટતા હોય છે. અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં ગોળીબારી થવાની માહિતી સામે આવી છે. એક 6 વર્ષીય બાળકે સ્કૂલમાં ક્લાસની અંદર ટીચરને ગોળી મારી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારે રિકનેક એલિમેન્ટ્રી સ્કૂલમાં બની છે. જ્યારે આ ઘટના બની તે સમયે વર્ગની અંદર માત્ર મહિલા શિક્ષક અને ગોળીબારી કરનાર બાળક જ હાજર હતા.
શિક્ષકની તબિયત સુધારા પર
આ ઘટનાને લઈ પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી અને જેમાં તેમણે કહ્યું કે આ કોઈ અકસ્માતનો મામલો નથી પરંતુ બાળકે જાણીજોઈને મહિલા શિક્ષક પર ગોળીબારી કરી છે. વર્ગમાં ચાલતા વિવાદને કારણે બાળકે આ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ગોળીબારીમાં શિક્ષકનું મોત નથી થયું પરંતુ તે ઈજાગ્રસ્ત થયા છે અને તેમની તબિયત નાજુક છે તેવી માહિતી સામે આવી રહી છે.
ઘટનાને લઈ પોલીસ કરી રહી છે તપાસ
સ્કૂલમાં ફાયરિંગની ઘટના થવાને કારણે શાળામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં ભય વ્યાપી ઉઠ્યો છે. પોલીસ એ અંગે તપાસ કરી રહી છે બાળક પાસે પિસ્તોલ ક્યાંથી આવી અને શાળામાં બંદુક કેવી રીતે આવી.