Suratથી સામે આવી હચમચાવી દે તેવી ઘટના! પ્રેમીએ પ્રેમીકાને જીવતી સળગાવી દીધી! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-19 18:04:36

સુરતથી અનેક વખત હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. નાની નાની વાતને લઈ લોકો એકબીજાને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ઘણી વખત વાત એકદમ નાની હોય પરંતુ કોઈની હત્યા કરવામાં લોકો કઈ વિચારતા જ નથી એવું લાગે. ત્યારે સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમીએ પ્રેમીકાને જીવતી સળગાવી દીધી. પ્રેમીકા પર પ્રેમીએ પેટ્રોલ  છાંટ્યું અને પછી તેને આગને હવાલે કરી દીધી. આ ઘટના છે સુરતના કતારગામની. 8 વર્ષથી પ્રેમી પ્રેમીકા પ્રેમ સંબંધમાં હતા. પ્રેમીને શંકા હતી કે તેની પ્રેમિકા કોઈ બીજાની સાથે વાતો કરે છે અને તે શંકામાં પ્રેમીએ પ્રેમીકાને આગને હવાલે કરી દીધી.


પ્રેમીકા પર પ્રેમીએ છાંટ્યું પેટ્રોલ અને લગાવી દીધી આગ! 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવતા હોય છે જેમાં પ્રેમી પ્રેમીકાને અથવા તો પ્રેમી માટે પ્રેમિકાના પતિ અથવા પત્નીનો જીવ લઈ લેવામાં આવે છે. ત્યારે સુરતથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. વાત છે સુરતના કતારગામની જ્યાં એક પ્રેમીએ પોતાની પ્રેમીકાને જીવતી સળગાવી દીધી. મળતી માહિતી અનુસાર શંભુને તેની પ્રેમિકા રાધા પર વહેમ હતો. મહત્વનું છે કે રાધા એક પરણિત મહિલા છે. મળતી માહિતી અનુસાર રાધા સાથે શંભુ લીવ ઈન રિલેશનશીપમાં રહેતો હતો. શંભુને વહેમ હતો કે રાધા કોઈ બીજા વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં છે. 



પ્રેમીને વહેમ હતો કે તેની પ્રેમીકાનું ચાલે છે કોઈ બીજા સાથે ચક્કર! 

આ વહેમ મનમાં આવતા રાધા સાથે કેવી રીતે બદલો લેવો તે અંગે વિચારી રહ્યો હતો. પ્લાન ઘડી રહ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રીના સમયે લગભગ 2 વાગ્યાની આસપાસ શંભુએ આ ઘટનાને અંજામ આપ્યો. પ્રેમીકાને મારવા માટે તેણે પ્લાન બનાવ્યો. ક્યાંકથી તેણે પેટ્રોલની વ્યવસ્થા કરી અને આ ઘટનાને અંજામ આપ્યો. મળતી માહિતી અનુસાર રાધા કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર રહેતી હતી. રાધાનો પતિ વતન રાજસ્થાનમાં રહેતો હતો. રાધા એક દીકરા અને એક દીકરી સાથે રહેતી હતી. શંભુ સાથે રાધાના ઘણા વર્ષોથી સંબંધો હતા. આ ઘટનાની જાણ થતા પોલીસે માત્ર થોડા કલાકોની અંદર જ આરોપીને પકડી પાડ્યો હતો.


પતિ પત્ની વચ્ચે પણ બનતી હોય છે આવી ઘટના  

મહત્વનું છે કે પ્રેમ સંબંધમાં અનેક વખત વહેમ આવી જવાને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. એક વખત જો પાર્ટનર પર શંકા જાય છે તો તેની સાથે વાત નથી કરતા અને આવી ઘટનાને અંજામ આપે છે. ન માત્ર પ્રેમીઓ પરંતુ પતિ પત્નીના સંબંધોમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. મહત્વનું છે કે લોકોમાં સહનશક્તિ ઓછી થઈ ગઈ છે, એકબીજા પરનો વિશ્વાસ પણ ઓછો થઈ ગયો છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?