Surendranagarથી સામે આવ્યો હચમચાવી દે તેવો કિસ્સો! અંધશ્રદ્ધાના નામે ત્રણ મહિનાની બાળકીને અપાયા ડામ,લથડી તબિયત અને પછી..


  • Published By :
  • Published Date : 2024-05-21 13:51:39

આપણા સમાજમાં અનેક એવી કુપ્રથાઓ છે જે આજે પણ ચાલી રહી છે. આપણે એક તરફ 21મી સદીમાં જીવવાની વાત કરીએ પરંતુ અનેક લોકો એવા છે આજના સમયમાં પણ જે કુપ્રથાઓમાં માને છે.. સમય ગમે તેટલો આગળ કેમ ના વધી જાય પરંતુ તે પોતાની માનસિક્તામાંથી બહાર નથી આવતા.. અંધશ્રદ્ધામાં એટલું બધુ માનવા લાગે છે કે તે કોઈ પણ હદ પાર કરી શકે છે.. અંધશ્રદ્ધાનું એક ઉદાહરણ સુરેન્દ્રનગરથી સામે આવ્યું છે. અંધશ્રદ્ધાએ એક 3 માસની બાળકીનો જીવ લીધો.       


3 મહિનાની બાળકીને લગાવાયા ડામ 

જ્યારે કોઈ બહું બીમાર હોઈએ ત્યારે ડૉક્ટર પણ એવું કહે છે ભગવાનને પ્રાર્થના કરો ભગવાન પર શ્રદ્ધા રાખો અને શ્રદ્ધા સુધી બધુ ઠીક છે પણ શ્રદ્ધા જ્યારે અંધશ્રદ્ધામાં ફેરવાય છે ત્યારે તે જોખમી સાબિત થાય છે.. અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદ રેખા હોય છે જે ઘણીબધી વાર પાર થઈ જાય છે. સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાએ એક 3 માસની બાળકીનો જીવ લીધો જોરાવરનગર ખાતે રહેતા પરિવારની ભગવતી નામની 3 માસની બાળકી બીમાર રહેતી એને શરદી તાવ આવતો  પરિવારજનો તેને ભૂવા પાસે લઈ ગયા જ્યાં ભૂવા દ્વારા અગરબત્તીથી બાળકીને અલગ-અલગ ભાગોમાં ડામ આપવામાં આવ્યા હતા. 

પરિવારજનોને આશા હતી કે બાળકી ઠીક થઈ જશે પરંતુ... 

આ દરમિયાન માસુમ બાળકીએ ચીસાચીસ કરી મૂકી છતાં કોઈને જરાય દયા આવી નહીં. ભૂવાએ બાળકી સાજી થઈ જશે તેવું પરિવારજનોએ આશ્વાસન આપ્યું પણ આ કર્યા બાદ બાળકીની તબિયત લથડતા પરિવારજનો તેને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે લઈ ગયા જ્યાં બાળકીની હાલત વધારે ગંભીર થઈ. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ સારવાર બાદ માસુમ બાળકીનું મોત થયું..


આવી અનેક ઘટનાઓ છે જ્યાં... 

ડોક્ટર દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.જોરાવરનગર પોલીસે ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક તપાસ હાથ ધરી. પણ પરિવારની એક નાનકડી ભૂલ અને જેના કારણે એમણે પોતાની ફૂલ જેવી દીકરી ખોઈ.. જોકે કઈ પહેલી વાર બનેલી ઘટના નથી. આની પહેલા બનેલી ઘટના હચમચાવી દે એવી છે જેમાં રાજકોટ જિલ્લાના વીંછિયામાં એક દંપતીએ ધાર્મિક વિધિ માટે હવન કુંડમાં પોતાનું માથું હોમી દીધું હતું.


અનેક એવા ઉદાહરણો છે આપણી સામે જેમાં.. 

તાલાલાના ધાવા ગીર ગામની 14 વર્ષીય માસૂમ કિશોરી ધૈર્યાની ચકચારી હત્યામાં તો એક પછી એક જે ઘટસ્ફોટ થયા અને તેણે સંબંધોની પરિભાષા જ બદલી નાંખી. દીકરી ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ તેની વાડીમાં સતત સાત દિવસ સુધી સગા બાપે જ તાંત્રિક વિધિ કરી. અને અંતે એના પર એટલો અત્યાચાર ગુજરાયો તો એનું મોત થયું. ગોંડલમાં મજૂરી કામ કરતા શ્રમિકે પોતાની 2 માસની બીમાર બાળકીને દવાને બદલે ડામ દીધા અને બાળકીનું મૃત્યુ થયું આવા તો અનેક અંધશ્રદ્ધાના કિસ્સાઓ છે...   


અંધશ્રદ્ધા જોખમી થઈ શકે છે સાબિત 

આપણે ત્યાં આજે પણ અનેક એવી કુપ્રથાઓ અને અંધશ્રદ્ધા છે જે વર્ષોથી ચાલી આવી રહી છે. આવી અનેક કુપ્રથાઓ અને અંધશ્રદ્ધા જોખમી પણ હોય છે. ગુજરાતમાં મોટાભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને આદિવાસી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘણાં વર્ષોથી આવી અનેક કુપ્રથા ચાલી આવે છે જો ગામડાઑમાં આ લોકો ને સરખું જ્ઞાન નહીં આપવામાં આવે તો આ આપના માટે ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે. તમારું આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં કહો..  



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.