Vadodaraમાં બની ગંભીર ઘટના, પીકઅપ વાનનું ટાયર ફાટતા કેનાલમાં ખાબકી ગાડી, અનેક લોકોના મોત થયા જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-29 17:39:34

રાજ્યમાં અકસ્મતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે.. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાણીમાં ડૂબી જવાને કારણે પણ લોકો મોતને ભેટી રહ્યા છે.. ત્યારે વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કોટંબી પાસે પીક અપ વાહનનું ટાયર ફાટ્યું અને આખે આખી વેન નાળામાં પડી ગઈ તેવી માહિતી સામે આવી છે.. ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર ચાલી રહી છે.. 

News18 Gujarati

પાણીમાં ડૂબી જવાથી થયા અનેક લોકોના મોત 

ગુજરાતને જાણે પાણીની ઘાત બેઠી હોય તેવું લાગે છે.. થોડા દિવસોથી અનેક કિસ્સાઓ આવ્યા છે જેમાં પાણીમાં ડૂબી જવાને કારણે લોકોના મોત થયા છે. નર્મદા પાસે જે ઘટના બની તે આપણે જાણીએ છીએ.. તે બાદ પણ અનેક આવી દુર્ઘટના આપણી સામે આવી.. અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.. હાલોલ વડોદરા રોડ પર અકસ્માતની ઘટના બની છે જેમાં બાળકો સહિત ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે.. મળતી માહિતી અનુસાર હાલોલ-વડોદરા રોડ પર આ અકસ્માત સર્જાયો છે.. પીક અપ વાનમાં 10 જેટલા લોકો મમુસાફરી કરી રહ્યા હતા. 


4 લોકોના થયા ઘટનામાં મોત 

મળતી માહિતી અનુસાર પીક અપ વાનનું ટાયર ફાટ્યું અને પીક અપ વાન પાણીમાં ખાબકી ગઈ.. ટાયર ફાટતા ડ્રાઈવરનો ગાડી પરથી કાબુ જતો રહ્યો અને પીક પન વાન પાણીમાં જતી રહી.. 4 લોકોના મોત થયા છે જ્યારે બીજા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી તેમજ સ્થાનિક લોકોએ રેસ્ક્યુની કામગીરી કરી હતી. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે..    

   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?