વહેલી સવારે વડોદરા નેશનલ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના થયા કમકમાટી ભર્યા મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 09:49:45

રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જતી બસને અકસ્માત નડ્યો છે. વડોદરાના કપુરાઈ બ્રિજ નેશનલ હાઈવ નજીક ઓવરટેક કરવા જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

અકસ્માતમાં 6 લોકોના મોત

રાજ્યમાં પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગંભીર અકસ્માત થવાને કારણે અનેક લોકો માતને ભેટે છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. ત્યારે વહેલી સવારે લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસ રાજસ્થાનના ભીલવાડાથી મુબંઈ તરફ જઈ રહી હતી. અકસ્માત થયા અંદાજીત 6 લોકોના મોત નિપજ્યા છે. મૃત્યુનો આંક વધી શકે છે. 


અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર થયો ફરાર  

પ્રાપ્ત માહિતી અનુસાર ઓવરકેટ કરતી વખતે બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે ભટકાઈ હતી. એવો જોરદાર અકસ્માત થયો હતો કે બસના પતરા કાપી ઈજાગ્રસ્તોને બહાર કાઠવામાં આવ્યા હતા. અંદાજીત 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ટ્રેલરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ફાયર બ્રિજેડની ટીમે ઘટના સ્થળે આવી બચાવની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ ઘટના તપાસ હાથ ધરી છે.         



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...