જામનગરના ધ્રોલ નજીક સર્જાયો ગંભીર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે થયા મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-24 11:31:23

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતા હોય છે. થોડા સમયથી રોડ અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે જામનગરના ધ્રોલ તાલુકાના લતીપુર રોડ પર અકસ્માત થયો છે જેમાં ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થયા છે. આઈસર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. 


કારમાં સવાર ત્રણ લોકોના થયા મોત 

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગંભીર અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. એક્સિડન્ટ થવાને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત જામનગરમાં સર્જાયો છે. ધ્રોલ તાલુકાના ગોકલપર ગામ નજીક મોડી રાત્રે કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા.


ઘટનાસ્થળે આવી પોલીસે કરી કાર્યવાહી 

અકસ્માત થવાને કારણે ગામના લોકો એકત્ર થઈ ગયા હતા. અને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં  આવી હતી. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર મિત્રો ટીમલી ગામ ખાતે આયોજીત ભજન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને પરત ફરતી વખત આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.    



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...