દેશભરમાં અકસ્માતોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. ત્યારે રાજસ્થાનમાં એક ભીષણ રોડ અકસ્માત થયો છે જેમાં 11 લોકોના મોત થયા છે જ્યારે અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ છે.
ઘટનામાં થયા 11 લોકોના મોત
જે બસને અકસ્માત નડ્યો છે તે ભાવનગરથી મથુરા જઈ રહેલી હતી. રસ્તાની સાઈડ પર બસ ઉભી હતી. બસ બગડવાને કારણે બસ સાઈડમાં ઉભી રહી હતી. બસ રિપેર થઈ રહી હતી જેને કારણે પેસેન્જરો સાઈડમાં ઉભા હતા. ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે લોકોને અડફેટે લઈ લીધા હતા. આ ઘટનામાં 11 જેટલા લોકોના મોત થયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે.
ગુજરાતના ભાવનગરથી મથુરા જઈ રહ્યા હતા યાત્રિકો
રાજસ્થાનના ભરતપુરમાં આ ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માત આગ્રા જયપુર નેશનલ હાઈવે-21 પર સર્જાયો છે. હંતારા પાસે આ અકસ્માત સવારે 5.30 વાગ્યે સર્જાયો છે. ઘટનામાં 6 મહિલાઓ અને પાંચ પુરૂષોના મોત થયા છે.
રસ્તાના સાઈડ પર ઉભેલા લોકોને ટ્રકે મારી ટક્કર
આ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે તમામ ગુજરાતીઓ છે અને ભાવનગરના રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુજરાતના ભાવનગરથી મુસાફરો મથુરા જઈ રહ્યા હતા. બસ બગડી ગઈ હતી જેને કારણે બસનું રિપેરિંગ ચાલી રહ્યું હતું. લોકો સાઈડમાં ઉભા હતા. આ દરમિયાન ટ્રકે લોકોને ટક્કર મારી અને રસ્તાની સાઈડમાં ઉભેલા લોકોને કચડતી જતી રહી.
આ મામલે પોલીસે તપાસ શરૂ કરી
અકસ્માત એટલો ગંભીર હતો કે રસ્તા પર લાશોના ઢગલા પડ્યા હતા. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે કયા વાહને ટક્કર મારી તે જાણી શકાયું નથી. ઘટના સ્થળ પર આવી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.