ઓડિશામાં સર્જાયો ગંભીર અકસ્માત, બે બસોની ટક્કર થતાં સર્જાઈ દુર્ઘટના અને આટલા લોકો બન્યા કાળનો કોળિયો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-26 09:53:39

અકસ્માતને કારણે અનેક લોકો કાળનો કોળિયો બનતા હોય છે. એકની ભૂલ બીજા માટે પ્રાણઘાતક સાબિત થતું અનેક કિસ્સાઓમાં જોવા મળે છે. કોઈ વખત ઝડપને કારણે એક્સિડન્ટ સર્જાય છે તો કોઈ વખત બે ગાડીઓ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાય છે. ત્યારે આવો જ એક ગંભીર અકસ્માત ઓડિશાના ગંજમ જિલ્લામાં સર્જાયો છે. મોડી રાત્રે બે બસો સામ સામે આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 જેટલા લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  દુર્ઘટના સમાચાર મળતા ઓડિશાના મુખ્યમંત્રીએ મૃતકોને સહાય આપવાની જાહેરાત કરી છે.


ઘટનામાં થયા 10 જેટલા લોકોના મોત 

થોડા સમય પહેલા ઓડિશામાં ગંભીર ટ્રેન અકસ્માત થયો હતો. ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે હવે ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં બે બસોની ટક્કર સામ સામે થઈ છે. મળતી માહિતી અનુસાર એક બસ પ્રાઈવેટ લક્ઝરી બસ હતી. ભયાનક અકસ્માત થતાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અંગેની જાણકારી આપતા ગંજમ જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે ઘાયલોની સારવાર MKCG મેડિકલ કોલેજમાં ચાલી રહી છે. 


મૃતકોને સહાય ચૂકવવાની સીએમે કરી જાહેરાત 

આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓડિશા રાજ્યના મુખ્યમંત્રીએ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. સીએમે મૃતકોના પરિવારને સહય આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. દરેક મૃતકના પરિવારને 3 લાખ આપી સહાય કરવામાં  આવશે જ્યારે ઘાયલોને 30 હજાર આપવામાં આવશે. મળતી માહિતી અનુસાર જે લોકોના મોત થયા છે તેમાં 4 મહિલાઓનો તેમજ 6 પુરૂષોનો સમાવેશ થાય છે.      



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..