રસ્તા પર વાહન ચલાવતી વખતે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. બીજાના ભૂલની સજા અનેક લોકોને ભોગવવી પડતી હોય છે. તહેવાર દરમિયાન અનેક કિસ્સાઓ અકસ્માતના બન્યા છે જેમાં લોકો મોતને ભેટ્યા છે. ખુશીના સમયે જો કોઈનું મોત થાય છે આનંદનો માહોલ શોકમાં પરિવર્તિત થાય છે. ત્યારે ગાંધીનગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર બધા મૃતકો પિતરાઈ ભાઈઓ હતા. આ અકસ્માત ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી પાસે બન્યો હતો. કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી ઝાડ સાથે અથડાઈ. આ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો ઉપરાંત પાંચ લોકોના મોત થઈ ગયા.
ગાંધીનગરમાં અકસ્માત જેમાં થયા પાંચ લોકોના મોત
અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે. અનેક વખત ઝડપની મજા મોતની સજામાં પરિવર્તિત થઈ જતી હોય છે. ઓવર સ્પીડિંગને કારણે અનેક અકસ્માત સર્જાય છે અને તે જીવલેણ સાબિત થાય છે અનેક લોકો માટે. રસ્તાઓને અનેક નબીરાઓ પોતાના બાપનો બગીચો સમજતા હોય છે અને એવી રીતે રસ્તા પર ડ્રાઈવિંગ કરતા હોય છે જે બીજાના પ્રાણ માટે ઘાતક સાબિત થાય છે. ત્યારે ગાંધીનગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. ઝાડ સાથે ગાડી અથડાઈ અને લોકો મોતને ભેટ્યા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે.
ઝાડ સાથે ગાડી અથડાતા સર્જાઈ દુર્ઘટના
જે અકસ્માતની વાત અહીં થઈ રહી છે તે ગાંધીનગરનાં પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી પાસે થઈ હતી. પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતાં હાઇવે રોડ પર અકસ્માત બન્યો છે. સ્વીફટ ગાડીના ચાલકે પોતાની કારના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો અને ગાડી નીચે ઉતરી ગઈ અને ઝાડ સાથે અથડાઈ ગઈ. વૃક્ષ સાથે ગાડી અથડાતા ગાડીની દુર્દશા થઈ ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ જણાના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે.
જે લોકોના મોત થયા તે પિતરાઈ ભાઈઓ હતા!
આ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે પિતરાઈ ભાઈઓ હતા. એક સાથે પાંચ લોકોના મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. શોકનું મોજુ ફરી વળ્યું છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે પિતરાઈ ભાઈઓ ફિલ્મ જોઈને પાછા આવી રહ્યા હતા અને તે વખતે અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળ પર પહોંચી પોલીસે તપાસ હાથ ધરી છે.
