ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો ધમધમાટ વધી રહ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક વખત શાબ્દિક પ્રહારો થતા રહે છે. ત્યારે ફરી એક વખત આપે ભાજપ પર પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ મીડિયા રિપોર્ટનો સહારો લઈ ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભાજપના દિગ્ગજ નેતાઓ AIMIMના મુખ્યાલય પહોંચ્યા હતા ઉપરાંત સાબીર કાબલીવાળા સાથે બંધબારણે બેઠક યોજાઈ છે તેવી મીડિયા રિપોર્ટમાં જાણ કરવામાં આવી છે.
કેમ ઓવૈસી પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી - ઈસુદાન
મીડિયાના અહેવાલ પ્રમાણે આસ્ટોડિયા ખાતે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, ધર્મેન્દ્ર શાહે AIMIMના નેતાઓ સાથે ઓવૈસીના મુખ્યાલય ખાતે જઈ બેઠક કરી હતી. કોર્પોરેટર સાથે વાતચીત કર્યા બાદ સાબીર કાબલીવાળા જોડે પણ બેઠક કરી હતી. આ વાત પર ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા લખ્યું કે ભાજપ સત્તા મેળવવા કેટલી હદે જઈ શકે છે એનો આ પુરાવો છે. ઔવેસીને ભાજપ ભડકાઉ ભાષણો કરાવી એના વીડિયો કટિંગ ગ્રૂપમાં ફેરવી લોકોને ભરમાવવાનો પ્લાન કર્યો હશે.ઉપરાંત ભડકાઉ ભાષણને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા. ઓવૈસી ઉપર હજી સુધી ED,ITની રેડ નથી પડી. આટલા ભડકાઉ ભાષણ પર કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી? આ મુદ્દા પર ગોપાલ ઈટાલિયાએ પણ પ્રતિક્રિયા આપી છે.
મનીષ સિસોદિયાએ પણ ભાજપ પર કર્યા પ્રહાર
આ વાતને લઈ મનીષ સિસોદિયાએ પણ ભાજપ પર પ્રહાર કરતું ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે આ શું થઈ રહ્યું છે. બીજેપી અને AIMIM વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ હતી? બીજેપી દેશને બતાવે આ બંને વચ્ચે શું ડિલ થઈ છે.
પાંડવો સામે લડવા અનેક કૌરવો એક થયા હતા પરંતુ જીત હંમેશા સત્ય અને ઈમાનદારીની જ થાય છે.
સત્યમેવ જયતે! pic.twitter.com/L9ToHBkjdv
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 20, 2022
શું સાચે હાલમાં જ થઈ છે બેઠક ?
પાંડવો સામે લડવા અનેક કૌરવો એક થયા હતા પરંતુ જીત હંમેશા સત્ય અને ઈમાનદારીની જ થાય છે.
સત્યમેવ જયતે! pic.twitter.com/L9ToHBkjdv
ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું સાચે ભાજપના નેતાઓએ AIMIMના નેતાઓ સાથે બેઠક કરી હતી. શું આ મુલાકાત સાચે થોડા સમય પહેલાની છે. શું સાચે હાલમાં જ ભાજપના નેતાઓ અને સાબીર કાબલીવાળા વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી? આ પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આ ડિજિટલ મીડિયાનો જમાનો છે. જૂની વાતને પણ જો પીરસવામાં આવે તો તે પણ નવી લાગે છે.