સમાચારો તો અનેક વખત તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. પરંતુ આજે વાત એક એવા ઘરની કરવી છે જેના રૂમ હરિયાણાની સીમામાં આવે છે અને આંગણું રાજસ્થાનની સીમામાં... રાજસ્થાનનો એક જિલ્લો છે અલવર.. અહીંયા બાયપાસ પર એક મહાન આવેલું છે જેનો એક દરવાજો રાજસ્થાનમાં ખુલે છે અને બીજો દરવાજો હરિયાણામાં ખુલે છે. ઘર એક, બે ભાઈ એક હરિયાણી અને બીજો રાજસ્થાની... બંને ભાઈઓ ભલે એક જ ઘરમાં રહે છે પરંતુ એકની પાસે છે રાજસ્થાનના ડોક્યુમેન્ટ અને બીજા પાસે છે હરિયાણાના ડોક્યુમેન્ટ.. એક બીજાની સાથે મનભેદ છે.
બે રાજ્યમાં પડે છે એક ઘર
વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ 'રેફ્યુજી'ના એક ગીતમાં જાવેદ અખ્તરે લખ્યું હતું - "પંછી, નદીયાં, પવન કે ઝોકે.. કોઈ સરહદ ના ઉનકે રોકે.." આ ગીત ખૂબ જ પ્રખ્યાત થયું. સરહદો નથી નડતી જેવી અનેક વાતો કરવામાં આવે છે પરંતુ આ ખ્યાલ ચર્ચા અને ફિલસૂફીના સ્તર સુધી મર્યાદિત છે. વાસ્તવમાં સરહદો છે, સરહદોને લઈને યુદ્ધો અને રમખાણો છે. ત્યારે આજે એક એવા ઘરની વાત કરવી જેનો એક દરવાજો રાજસ્થાનમાં ખુલે છે અને એક દરવાજો હરિયાણામાં ખુલે છે.
ઘરમાં આવે રાજસ્થાની વીજળી અને...
મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજસ્થાનની બોર્ડર પર પાણીનો નળ લગાવવામાં આવ્યો છે. પાણી ત્યાંથી આવે છે, પરંતુ રાજસ્થાનથી આવતું આ પાણી હરિયાણામાં રાખેલી ટાંકીમાં ભરાય છે. ઘરમાં વીજળીના જોડાણો પણ બંને રાજ્યોના છે. ઘરમાં રાજસ્થાનથી વીજળી આવે છે અને ઘરની બહાર જ નીકળતી દુકાનોમાં હરિયાણાથી વીજળી આવે છે.
મોબાઈલને લગતી પણ સમસ્યા પડે છે પરિવારને
બે રાજ્યો થયા એટલે મોબાઈલ નેટવર્કને લગતી પણ ઘણી સમસ્યાઓનો સામનો ત્યાં રહેતા પરિવારના લોકોને કરવો પડે છે.ઘરની અંદર 10 ડગલાં ચાલતાં જ ફોનમાં રોમિંગ શરૂ થઈ જાય છે કારણ કે એ બીજા રાજ્યમાં જતા રહ્યા હોય છે. ક્યારેક દિવસ દરમિયાન એવો મેસેજ આવે છે કે રાજસ્થાનના નેટવર્કમાં તમારું સ્વાગત છે તો ક્યારેક હરિયાણાના નેટવર્કમાં. મહત્વનું છે આવી અનેક સમસ્યાઓ હશે તેનો સામનો આ પરિવારને કરવો પડતો હશે.