રાજકોટમાં આજે લુંટની ઘટના
બની છે જેમાં ‘માતોશ્રી’ બંગલામાં નેપાળી શખસોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે ઘરમાં તરુણ
સૂતો હતો અને નેપાળી નોકર અનિલ ઉર્ફે રામે તેને ઉઠાડ્યો હતો. બાદમાં
2 લોકોએ મળી ને તરુણને બાંધી દીધો અને ઘરમાં રહેલા સોનાની લુંટને અંજામ આપ્યો. આ લુંટને
અંજામ આપવા માં અનિલની પત્ની પણ સામેલ હતી અને જ્યારે આ ઘટના બની ત્યારે તરુણનો પરિવાર
અમદાવાદ એરપોર્ટ પર હતા.
પોલીસ ઘટના સ્થળે પૂછપરછ હાથ ધરી !!!
ઘટનાની જાણ થતા જ DCP ક્રાઇમ, DCP ઝોન-2 સહિતના અધિકારીયો ઘટના સ્થળે પોહચી ગયા હતા. સોના, ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે . પ્રાથમિક માહિતી મળી છે કે 25 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાઈ છે.
લૂંટારાઓનો પ્લાન !!!
પોલીસએ આસપાસના CCTV તપાસ કર્યા અને કાર્યવાહી હાથ ધરી છે 14 વર્ષનો તરુણ ઘરે એકલો હતો. ઘરમાં જ કામ કરતા નેપાળી શખસે એકલતાનો લાભ લઈ અન્ય બે નેપાળી શખસને બોલાવી તરુણને ઓશીકું ફાડી એના કપડાથી બાંધી બંધક બનાવ્યો હતો. બંગલો પ્રભાતભાઈ સિંધવનો છે અને તેઓ પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. ત્યારે તેમનો 14 વર્ષનો પુત્ર જશ એકલો ઘરે હતો.