પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ હતા ત્યારે તેમને અને મુખ્યમંત્રી મમતા બેનરજીને અનેક બાબતો પર વાંધો હતો. તેવી પરિસ્થિતિ હવે પંજાબમાં થઈ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને રાજ્યપાલ બીએલ પુરોહિત વચ્ચે અણબનાવના સમાચારો સામે આવી રહ્યા છે.
ભગવંત માને રાજ્યપાલ પર નિવેદન આપ્યું
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભા સત્ર પહેલા રાજ્યપાલની મંજૂરી એ માત્ર ઔપચારિકતા હોય છે. ભગવંત માને રાજ્યપાલ પર આરોપ કરતા નિવેદન આપ્યું હતું કે કોઈ રાજ્યપાલે અત્યાર સુધીમાં વિધાનસભા સત્રની વિગતો નથી માગી. પંજાબના રાજ્યપાલ કેમ વિધાનસભા સત્રની વિગતો માગી રહ્યા છે.
રાજ્યપાલ બીએલ પુરોહિતે શું માગી હતી વિગતો?
પંજાબના રાજ્યપાલ બીએલ પુરોહિતે અગાઉ 22 સપ્ટેમ્બરના વિશેષ વિધાનસભા સત્રની મંજૂરી પાછી ખેંચી લીધી હતી. ત્યાર બાદ આગામી 27 સપ્ટેમ્બરના વિધાનસભા સત્ર પર પણ હવે વિવાદ સર્જાયો છે.
કેમ અચાનક આવી પરિસ્થિતિ સર્જાઈ?
થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર આપના ધારાસભ્યો ખરીદવાના આરોપ લગાવ્યા હતા. ત્યારે બહુમતિ સાબિત કરવા માટે સત્ર બોલાવવામાં આવ્યું હતું. રાજ્યપાલે તેની મંજૂરી આપી હતી પછી અચાનક મંજૂરી પરત લઈ લીધી હતી. સમગ્ર ઘટના બાદ હવે આગામી 27 તારીખના સત્ર પર સરકાર અને રાજ્યપાલ વચ્ચે અણબનાવ વધ્યો છે.