આવતી કાલથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. 2 વર્ષ બાદ ગરબે ઘૂમવા મળતા ખેલૈયાઓ ઉત્સાહીત છે. નવરાત્રીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપી છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે નવરાત્રીના અમુક દિવસો માટે સમય અવધીમાં વધારો કરવાની રજૂઆત કરી છે. અઢી વાગ્યા સુધી ગરબાની પરમિશન આપવામાં આવે તેવી રજૂઆત તેમણે ગૃહ પ્રધાનને કરી છે.
હર્ષ સંઘવીને કરી રજૂઆત
કોરોના મહામારીને કારણે 2 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું ન હતું. ત્યારે આ વખતે કોરોના નિયંત્રણમાં આવતા મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે નવરાત્રીને ધ્યાનમાં રાખી 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપી છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય અઢી વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવે તેવી રજૂઆત હર્ષ સંઘવીને કરી છે. વડોદરાના મોટા ગરબા આયોજકો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે તેઓ ગૃહ પ્રધાનને રજૂઆત કરી હતી. ધારાસભ્ય યોગેશ પટેલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી જે બાદ સંઘવીએ રજૂઆત સાંભળતા કહ્યું કે યોગ્ય ચકાસણી કરી આ અંગેની મંજૂરી આપવામાં આવશે.