MP: Indoreમાં Surat Loksabha Seatની ઘટનાનું પુનરાવર્તન! Congressના ઉમેદવારે પરત ખેંચ્યું ફોર્મ, ભાજપમાં થયા સામેલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-29 15:58:01

સામાન્ય રીતે માનવામાં આવે છે કે ગુજરાત ભાજપ માટે પ્રયોગ શાળા છે..! ગુજરાતમાં જે થાય છે તેને બીજા રાજ્યમાં દહોરાવવામાં આવે છે...! આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એક સમાચાર મધ્યપ્રદેશથી સામે આવ્યા જે સુરત લોકસભા સીટ પર બનેલી ઘટના જેવા છે... ઈન્દોર લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી પરત લીધી છે..  ઉમેદવારી તો પાછી ખેંચી પરંતુ તે ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે...


કોંગ્રેસના ઉમેદવારે આપ્યો કોંગ્રેસને ઝટકો 

દેશમાં લોકસભા ચૂંટણી માટે તબક્કાવાઈઝ મતદાન થવાનું છે.. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે અને મતદાન થાય તે પહેલા સુરત લોકસભા બેઠક ભાજપના ખાતામાં આવી ગઈ છે... સુરતમાં જે થયું તે આપણે જાણીએ છીએ.. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું, બાકીના ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત લીધું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા.. ત્યારે આવો જ ખેલ મધ્યપ્રદેશમાં બન્યો છે. ગુજરાત બાદ મધ્ય પ્રદેશથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઈન્દોર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી, પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે.   



ભાજપમાં જોડાઈ ગયા અક્ષય કાંતિ!   

ઈન્દોર બેઠક પર ભાજપે શંકર લાલવાનીને ટિકીટ આપી હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અક્ષય કાંતિ બમને ઉમેદવાર બનાવ્યા હતા. લાગતું હતું કે બંને ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર થશે પરંતુ મતદાન થાય તે પહેલા કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.. ઉમેદવારી તો પાછી ખેંચી પરંતુ કોંગ્રેસ સાથેનો છેડો પણ તેમણે ફાડી દીધો છે તેમજ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે... 

નેતાએ ઉમેદવાર સાથેની સેલ્ફી કરી શેર! 

મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે... તેમણે કોંગ્રેસ ઉમેદવાર સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે... મહત્વનું છે કે ઈન્દોર લોકસભા બેઠક 25 એપ્રિલ સુધીમાં ઉમેદવારી નામાંકિત કરાવાની હતી, અને આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો... 13મેના રોજ ઈન્દોરમાં મતદાન થવાનું છે...   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...